ધોલેરા એરપોર્ટ પર પ્રથમ વિમાનનું લેર્િંન્ડગ
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન વિસ્તારમાં પીપળી નજીક નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વીટી સીએનએસ એરક્રાટનું ટેસ્ટિંગ સફળ રહૃાું હતું.
જાણવા મળતી માહિતી મુજબ વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદૃ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરંપરાગત વોટર કેનન સલામી આપવામાં આવી હતી. બે ફાયર ટેન્ડરોએ પાણીની કમાન સર્જીને વિમાનનું સ્વાગત કર્યું હતું.
ધોલેરા એરપોર્ટ ભવિષ્યમાં ગુજરાતના મહત્વપૂર્ણ હવાઈ કેન્દ્રોમાં સ્થાન મેળવશે તેવી અપેક્ષા છે. આ એરપોર્ટ ધોલેરા જીૈંઇમાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ, વેપાર, પ્રવાસન અને રોજગારીની નવી તકોને વેગ આપશે. તેના કાર્યરત થવાથી અમદૃાવાદૃ સહિત રાજ્યના અન્ય વિસ્તારો પરનો હવાઈ ટ્રાફિકનો ભાર ઘટશે અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મજબૂત બનશે.
સફળ ટેસ્ટિંગ બાદૃ હવે એરપોર્ટના આગામી તબક્કાની કામગીરીને વેગ મળશે. નિષ્ણાતોના મતે, ધોલેરા એરપોર્ટ કાર્યરત થવાથી ભાલ પંથક અને આસપાસના વિસ્તારોના આર્થિક વિકાસને નવી દિૃશા મળશે. આનાથી ધોલેરા વૈશ્ર્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક સ્થળ બનશે.