Jai Hind

જીપીએસસીની તા.૭મીએ સંયુકત પ્રાથમિક પરીક્ષા રાજ્યમાંથી ૭૫,૪૮૭ પરીક્ષાર્થીઓ નોંધાયા

ગુજરાત જાહેર સ્ોવા આયોગ-જીપીએસસી દ્વારા આગામી તા.૭મીના રોજ યોજાનારી જાહેરાત ક્રમાંક ૩,૪,૫ અને ૬-૨૦૨૬-૨૭ની સામાન્ય અભ્યાસની સંયુકત પ્રાથમિક કસોટી અંગ્ો એક અત્યંત મહત્વપ્ાૂર્ણ અને સંવેદૃનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. જીપીએસસી દ્વારા સવારે ૧૧-૦૦થી બપોરે ૦૨:૦૦ વાગ્યા દૃરમિયાન યોજાનારી આ પરીક્ષામાં ભાગ લેનારા તમામ દિૃવ્યાંગ ઉમેદૃવારો માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી ત્ોઓ કોઇપણ અસુવિધા વિના શાંતિપ્ાૂર્ણ વાતાવરણમાં પોતાની પરીક્ષા આપી શકે. જીપીએસસી તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ રાજ્યવ્યાપી પરીક્ષામાં કુલ ૭૫,૪૮૭ ઉમેદૃવારો નોંધાયા છે, જે પ્ૌકી ૮૨૬ ઉમેદૃવારો દિૃવ્યાંગ શ્રેણીના છે. આ દિૃવ્યાંગ ઉમેદૃવારો માટે પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ર્ચિત કરવામાં આવી છે.
તમામ દિૃવ્યાંગ ઉમેદૃવારો માટે લિફટની સુવિધા ધરાવતા અથવા ભોયતળિયે જ વર્ગખંડની સુવિધા હોય ત્ોવા જ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત લહિયાની પ્ાૂર્વ મંજૂરી મેળવનાર ઉમેદૃવારો માટે અલગથી અનામત વર્ગખંડો રાખવામાં આવ્યા છે. જ્યાં પ્રત્યેક વર્ગખંડ દૃીઠ એક ખાસ વર્ગખંડ નિરીક્ષકની નિમણૂંક કરવામાં આવી છે.
દિૃવ્યાંગ ઉમેદૃવારોના કિસ્સામાં ખાસ છૂટછાટ આપીન્ો ત્ોમના વાહનન્ો પરીક્ષા કેન્દ્રના રેમ્પ સુધી લઇ જવાની મંજૂરી અપાશે. દૃરેક પરીક્ષા કેન્દ્ર પર પ્ાૂરતી સંખ્યામાં વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદૃવારોન્ો સગવડ માટે દૃરેક કેન્દ્ર પર ખાસ નિરીક્ષક કક્ષાના બ્ો ‘દિૃવ્યાંગ મિત્રો (૧ સ્ત્રી અને ૧ પુરુષ ઉમેદૃવાર દૃીઠ) ત્ૌનાત રહેશે. આયોગની પ્ાૂર્વ મંજૂરી ધરાવતા દિૃવ્યાંગ ઉમેદૃવારોન્ો નિયમ અનુસાર ૧ કલાક દૃીઠ ૨૦ મિનિટનો વધારાનો વળતર સમય આપવામાં આવશે. એટલે કે, ૩ કલાકની આ પરીક્ષામાં દિૃવ્યાંગ ઉમેદૃવારોન્ો કુલ ૬૦ મિનિટ (૧ કલાક)નો વધારાનો સમય મળવા પાત્ર થશે.