Jai Hind

ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાઓને ક્રિકેટની વધુને વધુ તકો પૂરી પાડવા સ્પિન એન્ડ સ્વિંગ ક્રિકેટ એકેડમીએ ચેતેશ્ર્વર અરવિંદભાઈ પુજારા ક્રિકેટ એકેડમી સાથે સહયોગ સાધ્યો

ભારતમાં જમીની સ્તરે ક્રિકેટના વિકાસને વધુ મજબૂત બનાવવાની દિશામાંલેવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ પગલાના ભાગરૂપે સ્પિન એન્ડ સ્વિંગ ક્રિકેટ એકેડમીએ રાજકોટ નજીક આવેલા તારગઢી ગામ ખાતે ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા ક્રિકેટ એકેડમી સાથે સહયોગ સાધ્યો છે. આ સહયોગ સાધવા પાછળનો ઉદ્દેશ ખેતીવાડીકરનારા ગ્રામ્ય સમુદાયોમાંથી આવતા પ્રતિભાશાળી બાળકોને ક્રિકેટની સુવ્યવસ્થિત તાલીમ પૂરી પાડવાનો છે.આ પહેલને એગ્રી-ટેક કંપની એસએમએલ દ્વારા તેના સીએસઆર કાર્યક્રમ હેઠળ સમર્થન પૂરું પાડવામાં આવી રહ્યું છે,જ્યારે એએસકે ફાઉન્ડેશન24ગામડાંઓમાં સમુદાય સાથે જોડાણ અને જનસંપર્ક સાધવાની જમીની સ્તરનીપ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે. આ સહભાગીદારી અંતર્ગત ચાર સંસ્થાઓએહાથ મિલાવ્યાં છે, જે પ્રોફેશનલ ક્રિકેટ કોચિંગ અને માળખાગત સુવિધાઓથી વંચિતયુવા પ્રતિભાઓ માટે રમતગમતની સાર્થક તકોનું સર્જન કરવાનુંસંયુક્ત વિઝન ધરાવે છે. ભારતના ખ્યાતનામ ભૂતપૂર્વ ક્રિકેટર શ્રી ચેતેશ્વર પુજારા અને તેમના પિતા શ્રી અરવિંદભાઈ પુજારા દ્વારા સ્થાપવામાં આવેલી ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા ક્રિકેટ એકેડમી છેલ્લાં10 વર્ષથી રાજકોટની બહાર આવેલા તારગઢી ગામ ખાતેની પોતાની ફેસિલિટીમાં વંચિત અને પ્રતિભાશાળી યુવાનોને ક્રિકેટની સંપૂર્ણપણે નિ:શુલ્ક તાલીમ આપીને આ રમત પ્રત્યેનું ઋણ ચૂકવવાનું ઉમદા કાર્ય કરી રહી છે.આ નવી સહભાગીદારી મારફતે સ્પિન એન્ડ સ્વિંગ ક્રિકેટ એકેડમી હવે પોતાની પ્રોફેશનલ કોચિંગનીકુશળતા, જમીની સ્તરે ક્રિકેટના વિકાસનો અનુભવ અને સુવ્યવસ્થિત તાલીમ કાર્યક્રમો દ્વારા આ એકેડમીના ધ્યેયને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.