સિંહના મોતથી હચમચેલું ગીર: દિલ્હી દરબાર સુધી પહોંચેલી ઘટના બાદ તંત્ર બન્યું સજ્જ
17માંથી 11 સિંહો મુક્ત, 6 હજુ સારવાર હેઠળ, ટુંક સમયમાં જંગલમાં ગર્જના કરશે
છેલ્લા 15 દિવસથી ગીરના જંગલમાં મોતનું તાંડવ મચાવનાર બેબેસિયા અને ઈટઉ વાયરસના ભયાનક ભરડામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. એનિમલ કેર સેન્ટરમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા 17 સિંહોમાંથી 11 સિંહોને નવજીવન મળ્યું છે અને તેમને ફરી ગીરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાંઆવ્યા છે. બાકીના 2 નર, 1 માદા અને 3 સિંહબાળ હજુ સારવાર હેઠળ છે, જેમની તબિયતમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો છે.
ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં છેલ્લા પખવાડિયાથી સિંહોમાં બેબેસિયા અને ઈટઉ વાયરસની દહેશત ફેલાઈ હતી. બેબેસિયાના અજગરી ભરડામાં આવી જતાં અંદાજે 12 સિંહોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. એક પછી એક સિંહના મૃતદેહ મળતાં ગીરની ધરતી કંપી ઉઠી હતી અને આ ગોઝારી ઘટનાના પડઘા છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યા હતા.પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્યના વન મંત્રી તાત્કાલિક જામવાળા અનેજસાધાર એનિમલ કેર સેન્ટર પર દોડી આવ્યા હતા અને સ્થળ પર જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વનતારા અને વન વિભાગનું મિશન 17 સિંહોને બચાવવાનો જંગ
તાત્કાલિક ધોરણે 17 બીમાર સિંહોને આઇસોલેટ કરી સઘન સારવાર શરૂ કરાઈ. 7 સિંહોનેજસાધારએનિમલ કેર સેન્ટર અને 10 સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયા.
આ મહાઅભિયાનમાં જામનગર સ્થિત ’વનતારા’ની નિષ્ણાત ટીમ, સાસણ સહિતના વેટરનિટી તબીબો, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બીટ ગાર્ડ સહિતનો સ્ટાફ દિવસ-રાત એક કરીને સિંહોની સારવાર અને મોનીટરીંગમાં જોડાઈ ગયો હતો. એક-એક સિંહના શ્વાસ પર નજર રાખી, ટીપે-ટીપે દવા આપી કાળના મુખમાંથી સિંહોને પાછા ખેંચી લાવવાનો જંગશરૂ થયો.
વન વિભાગ અને વનતારાની અથાગ મહેનત રંગ લાવી.જસાધાર એનિમલ કેર સેન્ટરમાંથી 4 સિંહોને અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાંથી 7 સિંહોને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ગીરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાં આવ્યા છે. મોતને હરાવીને ફરી જંગલમાં ગર્જના કરતા સિંહોને જોઈ વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.હાલ જસાધારમાં 1 માદા અને 2 સિંહબાળ, જ્યારે જામવાળામાં 2 નર અને 1 સિંહબાળ સારવાર હેઠળ છે. કુલ 6 સિંહો હજુ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
આ બાબતે ગીર પૂર્વ રેન્જના ઉઈઋ વિકાસ યાદવ (ભા.વ.સે.) સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું, જે 6 સિંહો સારવાર હેઠળ છે તેમની હાલત ઝડપથી સુધરી રહી છે.ટૂંક સમયમાં જ તેમને પણ જંગલમાં મુક્ત કરવામાં આવશે.હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.વન વિભાગની તમામ રેન્જની ટીમો સિંહોનું 24ડ્ઢ7 મોનીટરીંગ કરી રહી છે.હવે સિંહો ફરી જંગલમાં મુક્ત મને વિહરતા થઈ ગયા છે.
ઉઈઋએ ઉમેર્યું કે, વનતારા, વેટરનિટી ડોક્ટરો અને અમારા બીટ ગાર્ડથી લઈને અધિકારીઓ સુધીની ટીમે જે જહેમત ઉઠાવી છે તેના કારણે જ આજે આપણે 11 સિંહોને બચાવી શક્યા છીએ. આ સહિયારા પ્રયાસ નું પરિણામ છે.
વનવિભાગ બાબરીયા રેન્જ દ્વારા સારવાર બાદ સિંહોને મુકત કરાયા
બાબરીયા રેંજના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારના સિંહોને વાયરલ ઇન્ફેક્શનની શંકાએ સારવાર હેઠળ લેવામાં આવ્યા હતા.વન વિભાગની ટીમ તથા પશુ ચિકિત્સકની સત્તત દેખરેખ હેઠળ રહેલા સિંહો સ્વાસ્થ્યના તમામ પરિમાણો ઉપર ખરા ઉતરતા અને સિંહો સ્વસ્થ્ય જણાતા તેમણે વનવિભાગ દ્વારા યોગ્ય પ્રાકૃતિક સ્થળ પર મુક્ત કરયા હતા.સિંહો સ્વસ્થ થઈને મુક્ત થતા સિંહપ્રેમીઓમાં ખુશીની લહેર દોડી હતી.
ગીરમાં બેબેસિયાનો આતંક અને બચાવ કામગીરી
ગીર પૂર્વ-પશ્ચિમ રેન્જમાં બેબેસિયા અને ઈટઉ વાયરસની આશંકા મૃત્યુ છેલ્લા 15 દિવસમાં અંદાજે 12 સિંહોના મોત 17 સિંહોને આઇસોલેટ કરી સારવાર શરૂ કરાઈ. જસાધારમાં 7 જામવાળામાં 10 સિંહ વનતારા, સાસણના વેટરનિટી ડોક્ટરો, વન વિભાગના અધિકારીઓ, બીટ ગાર્ડ ની મહેનતે 11 સિંહો સંપૂર્ણ સ્વસ્થ થઈ જંગલમાં મુક્ત કર્યા અને 6 હજુ સારવાર હેઠળ. ઉઈઋના મતે પરિસ્થિતિ નિયંત્રણમાં સારવાર હેઠળના સિંહોની તબિયતમાં સુધારો હોવાનું જણાવ્યું ગીરના જંગલનો રાજા ફરી એકવાર મોતને હરાવીને પોતાના સામ્રાજ્યમાં પરત ફર્યો છે. 12 સિંહોના મોતના કલંક બાદ 11 સિંહોને બચાવવાની આ સફળતા વન વિભાગ અને વનતારાના યશમાં વધારો કરે છે. હવે રાહ એ વાતની છે કે સારવાર હેઠળના 6 સિંહો પણ ટૂંક સમયમાં ગીરની ધરતી પર ગર્જના કરતા જોવા મળે.