અમદૃાવાદૃ અન્ો રાજકોટમાં ૪૧.૯ ડિગ્રી તાપમાન નોંધાયુ: શહેરીજનો અસહૃા ઉકળાટથી ત્રાહિમામ
તા.૧૪ સુધી રાજ્યમાં અન્ોક સ્થળોએ વરસાદૃની સંભાવના
તા.૮ના રોજ રાજ્યના દૃક્ષિણ ગુજરાત અન્ો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન અન્ો ગાજવીજ સાથે વરસાદૃની આગાહી હવામાન વિભાગ્ો કરી છે. જ્યારે આગામી તા.૧૪ સુધી રાજ્યના અન્ોક વિસ્તારોમાં પવન અન્ો ગાજવીજ સાથે વરસાદૃની આગાહી પણ કરી હતી. આજે સૌથી વધુ ગરમી અમદૃાવાદૃ અન્ો રાજકોટમાં ૪૧.૯ ડિગ્રી નોંધાવા પામી હતી.
જાણવા મળતી માહિતી મુજબ હવામાન વિભાગ્ો આગાહી કરી હતી કે, આવતીકાલે તા.૮ ના રોજ દૃક્ષિણ ગુજરાતના નર્મદૃા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં ત્ોમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અન્ો ગીર સોમનાથ પંથકમાં ગાજવીજ અન્ો પવન સાથે વરસાદૃ પડશે.
તા.૯ અન્ો ૧૦ના રોજ દૃક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પવન સાથે વરસાદૃ પડશે. તા.૧૦ના રોજ પણ દૃક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન અન્ો ગાજવીજ સાથે વરસાદૃ પડશે ત્ોવી આગાહી કરી હતી.
જ્યારે તા.૧૨ના રોજ દૃક્ષિણ ગુજરાતના છોટાઉદૃેપુર, નર્મદૃા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ત્ોમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ખાત્ો પવન અન્ો ગાજવીજ સાથે વરસાદૃ પડશે.
તા.૧૩ના રોજ દૃક્ષિણ અન્ો મધ્ય ગુજરાતના પંચમહાલ, દૃાહોદૃ, મહીસાગર, છોટાઉદૃેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અન્ો ગીર સોમનાથ પંથકમાં વરસાદૃની આગાહી કરી હતી. તા.૧૪ના રોજ પંચમહાલ, દૃાહોદૃ, મહીસાગર, વડોદૃરા, છોટાઉદૃેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, પોરબંદૃર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અન્ો ગીર સોમનાથ ખાત્ો વરસાદૃની આગાહી કરી હતી.
જો કે, બીજી તરફ આજે રાજ્યના પાંચ સ્થળોએ કાળઝાળ ગરમી અન્ો અસહૃા ઉકળાટ યથાવત્ રહૃાો હતો.
સૌથી વધુ મહત્તમ તાપમાન અમદૃાવાદૃ, રાજકોટમાં ૪૧.૯ ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં ૪૧.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં ૪૦.૨ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદૃાવાદૃમાં અસહૃા ઉકળાટથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બપોરના સુમારે નાગરિકોએ કામ સિવાય ઘરની બહાર નીકળળાનું ટાળ્યું હતું.