Jai Hind

તા.૧૧ અને ૧૨ના રોજ રાજ્યના ૮ સિનિયર આઇપીએસ અધિકારીઓ પાકિસ્તાન બોર્ડરને સ્પર્શતા ૧૬ સરહદી ગામોની મુલાકાત લેશે

રાત્રીરોકાણ ગામોમાં જ કરશે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદૃર્શન હેઠળ રાજ્યના ૮ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આગામી તા. ૧૧ અને ૧૨ જૂને પાકિસ્તાન સરહદૃ સાથે સ્પર્શતા ગુજરાતના સરહદૃી વિસ્તાર વાવ – થરાદૃ, પાટણ અને કચ્છ જિલ્લાના ૧૬ બોર્ડર વિલેજિસની મુલાકાત લેશે અને ત્યાં જ સ્થાનિકના ઘરે રાત્રિ રોકાણ કરશે.
આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદૃોની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ર્ચિત કરવાનો છે.
આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી વાબંગ જમીર, વાવ – થરાદૃ જિલ્લાના આસરગામ અને રાછેણા ગામની મુલાકાત કરશે.
આ ઉપરાંત એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ(ઈસ્ટ) જિલ્લાના શિરાનીવાંઢ અને જટાવાડા ગામ,આઇજીપી બિપિન શંકરરાવ આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, ડીઆઇજીપી એ. એમ. મુનિયા વાવ – થરાદૃ જિલ્લાના રાડોસણ અને ગોલપ ગામની મુલાકાત લેશે.
આ ઉપરાંત કચ્છ (વેસ્ટ) જિલ્લામાં ડીઆઇજીપી કે. એન. ડામોર જુના અને દૃેઢીયા ગામ,ડીઆઇજીપી ડો. લીના પાટીલ ઉધમો અને પટાગર, એસીપીઁ આર. ટી. સુસરા પુંરાજપુર અને ગુનાઉ તથા ડીઆઇજીપી સુધા એસ. પાંડે દૃીનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રી રોકાણ કરશે.
આ બે દિૃવસીય બોર્ડર વિલેજ વિઝિટ પ્રોગ્રામ ઔપચારિક મુલાકાત નહીં, પરંતુ સરહદૃ સુરક્ષા અને ગ્રામીણ સમીક્ષા માટેની એક સઘન કવાયત છે. મુલાકાત દૃરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસણી, દૃુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો સાથે સંવાદૃ, રાત્રીસભા, ગ્રામજનો સાથે લોકસંવાદૃ તથા સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે.