શહેરના ખાંડ બજાર વિસ્તારમાં સવારે એક ગંભીર દૃુર્ઘટના ઘટી હતી. સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ (રતિહ જ્વેલર્સ) ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ઇટીપી પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ઝેરી ગેસની અસરને કારણે મોત નીપજ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ દૃુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દૃોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. મોત પામનારમાં નિમેષ સાવલિયા (સુપરવાઈઝર-ઉં.વ.૨૬) વિકાસ કુમાર સોનાવણે (ઉં.વ.૨૪) વિજય આહિરે (ઉં.વ.૨૪) અન્ો યોગેશ જાદૃવનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ ટેન્કમાં યોગેશ સફાઈ માટે અંદૃર ઉતર્યો અને ત્યારબાદૃ તે અંદૃર ફસાયો હતો. જેને બચાવવા વિકાસ અને વિજય અંદૃર ગયા હતાં, ત્યારબાદૃ ત્રણેય ફસાયા હતાં. ત્રણેયને બચાવવા સુપરવાઈઝર નિલેશે ફાયરને કોલ કર્યો અને બચાવવા તે પણ અંદૃર ઉતર્યો હતો. જોકે ઝેરી ગ્ોસના કારણે તમામના મોત નીપજ્યા હતા. પોલીસ્ો પણ ઘટના સ્થળે દૃોડી જઈ કાયદૃેસરની કાર્યવાહી કરી હતી ત્ોમજ મૃતદૃેહો પીએમ અર્થે મોકલી આપ્યા હતા. ટેન્કની ચેમ્બર સાફ કરવા ઉતરેલાઓ પાસ્ો સ્ોટી કીટ પણ ન હોવાની ચર્ચા ચાલી રહી હતી.