Jai Hind

કોટેશ્ર્વરથી ઍરપૉર્ટ સુધીનો ૬ કિ.મી.નો રૂટ અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી

અમદૃાવાદૃવાસીઓ અને સમગ્ર ગુજરાત માટે આજે એક ખુબ જ મહત્વના અને આનંદૃના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદૃી સરકારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતના હિતમાં અને વિકાસને વેગ આપતા ત્રણ મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણયોથી અમદૃાવાદૃ સહિત સમગ્ર રાજ્યની કાયાપલટ થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય અમદૃાવાદૃ મેટ્રોના વિસ્તારને લઈને લેવામાં આવ્યો છે.

આ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ૬.૦૩૨ કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને તેમાં ૫ નવા સ્ટેશનોનો સમાવેશ થશે

અમદૃાવાદૃમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત કરવા માટે અમદૃાવાદૃ મેટ્રો ફેઝ-૨ (સ્ીંર્િ ઁરટ્ઠજી-૨) ને લઈને મોટો નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા આ ફેઝના વિસ્તરણને લીલી ઝંડી આપી દૃેવામાં આવી છે. જે અંતર્ગત ૬.૦૩૨ કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને તેમાં ૫ નવા સ્ટેશનોનો સમાવેશ થશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ અમદૃાવાદૃ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો રેલ નેટવર્ક વિસ્તરીને કુલ ૭૭.૬૩ કિલોમીટર પર પહોંચી જશે.
આ ફેઝ અંતર્ગત હવે કોટેશ્ર્વરથી લઈને સીધા અમદૃાવાદૃ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી નવો મેટ્રો કોરિડોર બનાવવામાં આવશે. આ રૂટ શરૂ થવાથી એરપોર્ટ આવતા-જતા મુસાફરોને ટ્રાફિકમાંથી મોટી મુક્તિ મળશે અને સમયની પણ બચત થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, મેટ્રોના વિસ્તરણનો આ પ્રોજેક્ટ આગામી ચાર વર્ષની અંદૃર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સમયગાળા દૃરમિયાન આધુનિક ટેકનોલોજી સાથે ટ્રેક અને સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જેથી નાગરિકોને વહેલી તકે આ સુવિધાનો લાભ મળી શકે.
આજે લેવાયેલા ત્રણ નિર્ણયો પૈકી અન્ય એક મહત્વનો નિર્ણય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને છે. અમદૃાવાદૃમાં વિશ્ર્વકક્ષાનું સરદૃાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવામાં આવી રહૃાું છે. આ એક્ધ્લેવ ભવિષ્યમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહૃાું છે.
આ પ્રોજેક્ટથી અમદૃાવાદૃ વૈશ્ર્વિક સ્પોર્ટ્સ મેપ પર ચમકશે અને ભારતીય રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળશે.
એરપોર્ટ કનેક્ટિવિટી વધવાથી બિઝનેસમેન, પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને મોટી રાહત થશે. આગામી ૪ વર્ષમાં ચાલનારા આ પ્રોજેક્ટ્સને કારણે હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે. કોમનવેલ્થ ગેમ્સ માટે બની રહેલા સ્પોર્ટ્સ એક્ધ્લેવથી ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવશે.