Jai Hind

ગુજરાતની બે વ્યક્તિઓ પાસેથી રૂા.3 કરોડની લાંચ માંગનાર પોલીસ અધિકારીની દિલ્હીમાં ધરપકડ

સીબીઆઈએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના એક ઈન્સ્પેકટરને રૂા.3 કરોડની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરી છે અને તે લાંચ એક આઈએએસ અધિકારીના ઈશારે માંગવામાં આવી હતી તે બહાર આવી છે.
સીબીઆઈએ દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટર પ્રદીપસિંહને ઝડપી લીધા હતા. સોમવારે તે લાલ કિલ્લા પાસે લાંચની લેવડદેવડ અંગે વાતચીત કરી રહ્યા હતા. ગુજરાતના વડોદરામાં એક ફોજદારી કેસમાં રાહત આપવા માટે આ લાંચની માંગણી બે આરોપીઓ પાસેથી કરવામાં આવી હતી જેમાં ઈન્દીરા ગાંધી એરપોર્ટના સીવીલ એવીએશન વિભાગમાં ફરજ બજાવતા એક આઈએએસ અધિકારીના ઈશારે રૂા.3 કરોડની લાંચ માંગવામાં આવી હતી અને તેમાં વાટાઘાટ થયા બાદ તેમાં રૂા.દોઢ કરોડ આપવા નકકી થયુ અને તેમાં 50 લાખ આપી પણ દેવામાં આવ્યા હતા અને ગઈકાલે વધુ રૂા.25 લાખ આપતા સમયે આ પોલીસ ઈન્સ્પેકટરને ઝડપી લેવાયો હતો અને હવે આઈએસ અધિકારીનું નામ પણ ખુલ્યુ છે.