Jai Hind

આસામમાંથી મળેલા ગુજરાતી બાળકના વાલીની ઓળખ માટે અપીલ

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરને આસામ રાજ્યના નગાંવ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ દ્વારા જાણ કરવામાં આવી છે કે, ગુજરાતનું બાળક આસામ રાજ્યના નગાંવ જિલ્લામાંથી મળી આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ બાળ પોતાનું નામ અહેમ માલીગુજાતી જણાવે છે. તેના પિતાનું નામ આશોક માલીગુજાતી અને માતાનું નામ રાધા માલીગુજાતી જણાવે છે. આ બાળક વધુ માહિતી આપી શકતું નથી. જેથી કોઈપણ વ્યક્તિ આ બાળકને ઓળખતું હોય તો તેઓએ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી.મહીડાના સંપર્ક 8866623710 ઉપર જાણ કરવા માટે સર્વે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.