ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસને એકપણ બેઠક નહીં
આજરોજ રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી, ૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યની ચાર બ્ોઠકો માટેની ચૂંટણીના પરિણામની ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા (સચિવ, ગુજરાત વિધાનસભા) દ્વારા સત્તાવાર રીત્ો જાહેરાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.૧ જુન, ૨૦૨૬નાં રોજ ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બ્ોઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં નામ નિર્દૃેશન પત્રો ભરવાની છેલ્લી તા.૮ જુન, ૨૦૨૬ સુધીમાં ચાર ઉમેદૃાવારના નામ નિર્દૃેશન પત્રો મળ્યા હતાં. જેની ચકાસણી તા.૯ જુનનાં રોજ કરવામાં આવેલ હતી. અને ચારેય ઉમેદૃવારોના ઉમેદૃવારી પત્ર માન્ય ઠર્યા હતા.
આજ રોજ તા.૧૧ જુનના રોજ નામ નિર્દૃેશન પત્ર પાછા ખેંચવાનો સમય પ્ાૂર્ણ થતાં ચાર બ્ોઠકો સામે ચાર ઉમેદૃવારો જ હોઇ ચૂંટણી બિનહરીફ થતી હોઇ ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા (સચિવ, ગુજરાત વિધાનસભા)એ ઉપરોત તમામ ચારેય ઉમેદૃવારોન્ો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. રાજ્યસભામાં વિજેતા ઉમેદૃવારોમાં જીત્ોન્દ્ર કણઝારીયા, માનિંસહ પરમાર, રાજેશ શુકલ, રાઠવા મુકેશભાઇનો સમાવેશ થાય છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસનો રાજ્યસભામાં એકપણ સાંસદૃ નહીં હોય.