ઈન્ડિયા અંડર-19 વુમન્સ ટીમમાં સ્થાન પામનાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની પ્રથમ મહિલા ક્રિકેટર બની
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસનમાં અનેક વિવાદો ચાલી રહ્યા છે. હિતશત્રુ દ્વારા વીઆઈપી બોક્સ, સારા પ્લેયરની પસંદગી નહી થતીં હોવાની તેમજ સૌરાષ્ટ્રમાં આવેલા અન્ય ક્રિકેટ એસોસીએશને મદદ કરવામાં નહી આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીઅશન વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરનારાઓના ગાલ પર તમાચો મારનારા સમાચાર આવ્યા છે. બોટાદની અવની ચાવડા નામની મહિલા ક્રિકેટરની ઈન્ડિયાની અંડર-19 વુમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેમજ આગામી તા. 22થી 27 જૂન સુધી ચેન્નાઈમાં રમાનારી ટી-20 મેચમાં પોતાનું આગવુ પ્રદર્શન કરશે.
થોડા દિવસ પૂર્વે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં સારા ક્રિકેટરની પસંદગી કરવામાં નહીં આવતો હોવાની તેમજ સૌરાષ્ટ્રમાં આવેલા અન્ય ક્રિકેટ એસોસીએશનને એસસીએ દ્વારા કોઈ મદદ કરવામાં આવતી નહી હોવાની હિતશત્રુઓ દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ તમામ વિવાદો વચ્ચે સૌરાષ્ટ્રની એક માત્ર મહિલા ક્રિકેટરની ઈન્ડિયા અંડર-19 વુમેન્સ ક્રિખેટ ટીમની ટી-20 મેચની સીરીઝમાં પસંદગી થતા હિતશત્રુઓના મો બંધ થઈ ગયા છે.
બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી શ્રી નિરંજનભાઈ શાહ, બીસીસીઆઈની એપેક્ષ કાઉન્સીલના સભ્ય તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પૂર્વ પ્રમુખ શ્રી જયદેવભાઈ શાહ દ્વારા સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં રહેલી પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા અને ખેલાડીઓના ઉત્કર્ષ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
બીસીસીઆઈની એપેક્ષ કાઉન્સીલના મેમ્બર શ્રી જયદેવભાઈ શાહ દ્વારા સૌરાષ્ટ્રમાં આવેલા તમામ નાના-મોટા ક્રિકેટ એસોસીએશનને હરહંમેશ મદદ કરી રહ્યા છે. તેમજ વિવિધ જિલ્લામાં આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન હેઠળ આવતા અને ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે. સૌરાષ્ટ્રમાં રમાતી અંડર-15, અંડર-17, અંડર-19 સહિતની મેચોમાં ક્રિકેટરોના સિલેક્શન માટે વિશેષ સિલેક્ટરોની ટીમને મદદ માટે મોકલવામાં આવે છે. અને પ્રતિભાસભર ખેલાડીની પસંદગી કરવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં આવેલા બોટાદમાં રહેતી મહિલા ક્રિકેટર અવની ચાવડાની ઈન્ડિયા અંડર-19ની ઈન્ડિયા-શ્રીલંકા સામેની ટી-20 સીરીઝમાં પસંદગી થતાં આનંદનો માહોલ છવાયો છે. અવની ચાવડા ઈન્ડિયા અંડર-19ની ટીમમાં રમાનારી સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા ક્રિકેટર બનશે.
આગામી તા. 22 થી 27 જૂન સુધી ચેન્નાઈ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઈન્ડિયા વુમન્સ-અંડર-19 અને શ્રીલંકા વુમન્સ અંડર-19 ટીમ વચ્ચે ત્રણ ટી-20 મેચની સિરિઝ રમાશે.
ટીમની કેપ્ટનશીપ ભાવિકા આહિરે કરશે તેમજ ટીમમાં ઈરા જાધવ, તનિષ્કા શર્મા, ઈશ્ર્વરી અવસરે, અવની ચાવડા, મહતો નિધિ, પૂર્વા સિવાચ, પલક કુમારી, મહક નરવાસે, કાશવી કુંદી કુટ્યા, મણિયાર મૈત્રી, ગૌરી ગોયલ, જાહન્વી વીકરાર, અનાડી તાગડે અને કે. દીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રીલંકા વુમન્સ અંડર-19ની ટી-20 સીરીઝમાં અવની ચાવડાની પસંદગી
શ્રી જયદેવભાઈ શાહે અવની ચાવડાને અભિનંદન પાઠવ્યા
બીસીસીઆઈની એપેક્ષ કાઉન્સીલના મેમ્બર તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પૂર્વ પ્રમુખ શ્રી જયદેવભાઈ શાહ અવની ચાવડાને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, શ્રીલંકા સામેની શ્રેણી માટે ભારતની મહિલા અંડર-19 ટીમમાં અવની ચાવડાની પસંદગી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન માટે ગર્વની વાત છે મહિલા ક્રિકેટ માટે આ મહત્વપૂર્ણ સફળતા છે. અવની ચાવડા આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મેળવનારી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની પ્રથમ યુવા મહિલા ક્રિકેટરમાંની એક બની છે.
અવની ચાવડાની કારકિર્દી
અવની ચાવડાની પસંદગી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-19 ઇન્ડિયા મહિલા ક્રિકેટ ગઈઅ કેમ્પમાં ભાગ લેવા માટે કરવામાં આવી છે. તે બોટાદની સમરસ એકેડેમી ખાતે કોચ કિરણ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે અને મન મંદિર સ્કૂલ, બોટાદમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. માત્ર 16 વર્ષની નાની વયે, અવની ચાવડાએ અગાઉ જૠઋઈં ગુજરાત મહિલા ઞ-17 ટીમ તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (જઈઅ)ની ઞ-15, ઞ-17, ઞ-19, ઞ-23 અને સીનિયર ક્રિકેટ ટીમોમાં પણ સ્થાન મેળવ્યું છે.