નથવાણી ઝારખંડના વિકાસમાં યોગદાન આપવા પોતાની ’કર્મભૂમિ’માં અપક્ષ સાંસદ તરીકે પરત ફર્યા
શ્રી પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે. શ્રી નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની “કર્મભૂમિ” તરીકે જાહેર કરી છે.
પોતાની આ જીતમાં સહયોગ બદલ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ નીતિન નબીન, ઝારખંડ ભાજપ પ્રમુખ આદિત્ય સાહુ, ઝારખંડ વિધાનસભામાં ભાજપના નેતા બાબુલાલ મરાંડી, ભાજપના મુખ્ય વ્હીપ નવીન જયસ્વાલ તેમજ ભાજપ અને ગઉઅના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો પોતાના આ વિજયમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.
રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે પરિમલ નથવાણીએ કહ્યું હતું કે: “અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનજીર્વિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જન કરવા માગીએ છીએ. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ અને શિક્ષણનો વિકાસ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રહેશે.”
પોતાની અગાઉની બે ટર્મ દરમિયાન, નથવાણીએ સંસદીય જવાબદેહિતા અને સામાજિક વિકાસ માટે એક સીમાચિહ્ન સ્થાપિત કર્યો હતો, જેમાં તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના (જઅૠઢ) માટે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (ખઙકઅઉ) ફંડના લગભગ 100 ટકા હિસ્સાનો ઉપયોગ ગ્રામીણ વિકાસ, માળખાગત સુવિધાઓની સ્થાપના, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા પાછળ કર્યો હતો. જઅૠઢ હેઠળ તેમના દ્વારા દત્તક લેવામાં આવેલી ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગ તેમજ ત્યાં કરાયેલા વિકાસના કાર્યો માત્ર ચર્ચાસ્પદ નહીં, પરંતુ અનુકરણીય રહ્યા છે. રાજ્યમાં તેમનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે પોતાના સાંસદ ભંડોળ જ નહીં બલ્કે પોતાના વ્યક્તિગત ફંડમાંથી પણ ઈંઈંખ-રાંચી માટે 600 લોકોની બેઠક ક્ષમતા ધરાવતો અત્યાધુનિક સેમિનાર હોલ બનાવવા રૂ. 15 કરોડ આપ્યા હતા.
તેમણે પોતાના અંગત ભંડોળમાંથી રૂા. 1.07 કરોડ ખર્ચીને રાતુ રોડ સ્થિત જર્જરિત રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલનું પુનર્નિર્માણ કરાવ્યું હતું, રાજ્યભરમાં આરોગ્ય પેટા-કેન્દ્રોની સ્થાપના કરી હતી તેમજ અનેક એમ્બુલન્સનું દાન કર્યું હતું. ઝારખંડમાંથી નથવાણી ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાઈ આવતા, આ રાજ્યે સંસદમાં એક બુલંદ, વિકાસ-લક્ષી અવાજ મેળવ્યો છે જે કોર્પોરેટ રોકાણ અને લક્ષ્યાંકિત જાહેર કલ્યાણ તેમજ વિકાસ પહેલો એ બંનેને ચલાવવા માટે સક્ષમ છે.
