આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : મનની શક્તિઓને આત્મા સાથે જોડીને વિશ્ર્વ કલ્યાણના માર્ગે લઈ જવાનું યોગથી મોટુ કોઈ માધ્યમ ન હોઈ શકે:શાહ

કેન્દ્રના ગૃહમંત્રી અમદૃાવાદ ખાતે સામૂહિક યોગાભ્યાસમાં સંમિલિત થયા

સાંસદૃ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ આજે ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિૃવસના ઉપક્રમે પ્રહલાદૃનગર ગાર્ડન અમદૃાવાદૃ ખાતે સામૂહિક યોગાભ્યાસમાં સંમિલિત થયા હતા. આ કાર્યક્રમમાં તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
અમિત શાહે તેમના સંદૃેશમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદૃીએ ૨૦૧૪માં પ્રથમ વખત યુ.એન. ની જનરલ એસેમ્બ્લીમાં પ્રસ્તાવ રાખ્યો હતો કે ૨૧ જૂન યોગ દિૃવસના રૂપમાં મનાવવામાં આવે. ન કેવળ પ્રસ્તાવ રાખ્યો પણ આપણા ચિર પુરાતન વિજ્ઞાનની ભેટનો પરિચય પણ સમગ્ર વિશ્ર્વને કરાવ્યો. ત્યારબાદૃ ૧૭૦ જેટલા દૃેશોએ ૨૧ જૂનના દિૃવસને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિૃવસ તરીકે ઉજવવાની સહમતી આપી. આદૃરણીય પ્રધાનમંત્રીશ્રી મોદૃીજીએ યોગ દિૃવસના રૂપમાં સંપૂર્ણ વિશ્ર્વમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનનો ધ્વજ ફરકાવવા નું કાર્ય કર્યું છે. ભારતે વિશ્ર્વ અને માનવ સમાજને ઘણું આપ્યું છે પણ સૌથી મોટો ઉપહાર ભારતે યોગના રૂપમાં આપ્યો છે તેવો મત શાહે વ્યક્ત કર્યો હતો.
મનની શક્તિઓને આત્મા સાથે જોડીને વિશ્ર્વ કલ્યાણના માર્ગે લઈ જવાનું યોગથી મોટું કોઈ માધ્યમ ન હોઈ શકે. સમગ્ર વિશ્ર્વના કલ્યાણના મંત્રને જમીન પર ઉતારવા નિરંતર યોગ અભ્યાસ જરૂરી છે અને ભારત તેને ચરિતાર્થ કરી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ