વડાપ્રધાનના પ્રયાસોથી યોગ પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું મહત્વનું માધ્યમ બન્યો:મુખ્યમંત્રી

રાજકોટ બનશે દેશનું અનોખુ ‘૧૫ મિનિટ યોગસિટી

ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માણસા ખાતે ૧૨મા વિશ્ર્વ યોગ દિૃવસની રાજ્યકક્ષાની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે ૧૨મા વિશ્ર્વ યોગ દિૃવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આહ્વાન કરતાં કહૃાું કે યોગ એ માત્ર એક દિૃવસનો કાર્યક્રમ ન રહેતાં આપણી રોિંજદૃી જીવનશૈલીનો ભાગ બનવો જોઈએ.
આ સાથે જ સમગ્ર રાજ્યમાં એક સાથે આશરે સવા કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ અલગ અલગ સ્થળેથી આ ઉજવણીમાં જોડાઈને યોગાભ્યાસ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહૃાું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીના પ્રયાસોથી આપણી સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને આજે વિશ્ર્વભરમાં સ્વીકૃતિ મળી છે. તેમણે કહૃાું કે ૧૨મા વિશ્ર્વ યોગ દિૃવસની ઉજવણી એ રીતે પણ વિશેષ છે કે વડાપ્રધાનશ્રીના સુશાસનનાં પણ ૧૨ વર્ષ પૂર્ણ થયાં છે. મુખ્યમંત્રીશ્રીએ કહૃાું કે વડાપ્રધાનશ્રીએ લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ’ફિટ ઇન્ડિયા’ અને ’વિશ્ર્વ યોગ દિૃવસ’ જેવી મોટી ભેટ આપી છે. જેના પરિણામે યોગ આજે પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું મહત્ત્વનું માધ્યમ બની ગયો છે. એટલું જ નહીં, રાજકોટ મહાનગરપાલિકાએ યોગ બોર્ડ સાથે વિશેષ એમઓયુ કરીને ’૧૫ મિનિટ યોગ સિટી’નો નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં શહેરના કોઈ પણ સ્થળેથી ૧૫ મિનિટના અંતરે યોગ સેન્ટર ઉપલબ્ધ થાય તેવું આયોજન છે. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપૂતે સૌનું સ્વાગત કરી, દૃૈનિક જીવનમાં યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ