રાજ્યમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત A.N.T.F. (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) રાજકોટ ઝોને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી 51 કિલો 500 ગ્રામ પોશડોડાના જથ્થા સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 7.87 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસ અધિક્ષક લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ અ.ગ.ઝ.ઋ. રાજકોટ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણ અને તેમની ટીમને થાનગઢ વિસ્તારમાં નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદેસર હેરફેર અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે થાનગઢ રેલવે સ્ટેશન નજીક સ્મશાન પાસે આવેલી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની બંધ દુકાન નજીક વોચ ગોઠવી દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી મધ્યપ્રદેશના ઝાંબુઆ જિલ્લાના રહેવાસી રાહુલ દલવિસિંગ પારગી (ઉં.21), પુષ્પા દલવિસિંગ પારગી (ઉં.45), દલવિસિંગ પારગી તેમજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગુંદાળા ગામના રહેવાસી ખીમાભાઈ વાલજીભાઈ સાપરા સહિત અન્ય બે શખ્સો સોમભાઈ અને વિનુને ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે દલવિસિંગ પારગી દ્વારા પોશડોડાનો જથ્થો અન્ય આરોપીઓને પહોંચાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીઓ દ્વારા તેને આગળ સપ્લાય કરવાની કામગીરી કરવામાં આવતી હતી. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગઉઙજ અભિ-ં1985 ની કલમ 8(ઈ), 15(ઈ) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દરોડા દરમિયાન પોલીસે 51.5 કિલો પોશડોડાનો જથ્થો, બે મોબાઇલ ફોન અને બે રેલવે ટિકિટ સહિત કુલ રૂ. 7,87,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કેસની વધુ તપાસ થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે અ.ગ.ઝ.ઋ. રાજકોટ ઝોનની આ કાર્યવાહી મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.