આફ્રિકાના સિંહોની સરખામણીમાં ગીરના સિંહોની 12 ગણી ઓછી જગ્યા
અગાઉ સિંહોની ડણક ગીરના ગાઢ જંગલ પૂરતી હતી, સાવજની વધતી વસ્તી અને માનવના જંગલમાં પગ પેસારાને પગલે સિંહના માણસ પર હુમલા વધ્યા : જો યોગ્ય વ્યવસ્થાપન થાય તો સમસ્યા ઉકેલી શકે
એક સમય હતો જ્યારે એશિયાઈ સિંહની ગર્જના માત્ર ગીરના ગાઢ જંગલ પૂરતી સીમિત હતી. આજે સ્થિતિ બદલાઈ છે. વન વિભાગની 2025ની ગણતરી મુજબ ગુજરાતમાં સિંહની સંખ્યા 674ને પાર કરી ગઈ છે અને સૌથી મોટી વાત એ છે કે આ સિંહ હવે 8 જિલ્લાને બદલે 11 જિલ્લામાં ફેલાઈ ચૂક્યા છે. જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીથી શરૂ થયેલી સિંહની સફર હવે ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર સુધી પહોંચી છે.
જગ્યા ઓછી, સિંહ વધારે : સમસ્યાનું મૂળ છે ઘનતા. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય મળીને કુલ ₹1800 ચો.કિમી નો કોર વિસ્તાર છે. એમાં 900થી વધુ સિંહ વસે છે. હિસાબ કરો તો એક સિંહના ભાગે માંડ 2 ચો.કિમી થી પણ ઓછી જગ્યા આવે છે.
વિશ્વ સાથે સરખામણી કરીએ તો ચોંકી જવાય. ટાન્ઝાનિયાના સેરેનગેટીમાં 3000 સિંહ પાસે 14,750 ચો.કિમી છે એટલે પ્રતિ સિંહ 4.9 ચો.કિમી. દક્ષિણ આફ્રિકાના ક્રુગરમાં 2000 સિંહ પાસે 19,485 ચો.કિમી છે એટલે પ્રતિ સિંહ 9.7 ચો.કિમી. ઝિમ્બાબ્વેના હ્વાંગેમાં તો પ્રતિ સિંહ 24 ચો.કિમી થી વધુ જગ્યા છે.
ટૂંકમાં, ગુજરાતના સિંહ પાસે આફ્રિકાના સિંહોની સરખામણીમાં 5 થી 12 ગણી ઓછી જગ્યા છે. પરિણામે કુદરતી શિકાર ઓછો પડે છે અને યુવાન સિંહો નવા વિસ્તારની શોધમાં ગામ, ખેતર અને વાડી તરફ વળે છે.
છેલ્લા 5 વર્ષના આંકડા ચિંતાજનક છે. વન વિભાગ મુજબ 2019 થી 2024 દરમિયાન ગુજરાતમાં સિંહના હુમલામાં 20થી વધુ માનવ મૃત્યુ નોંધાયા છે. પશુધનનું નુકસાન વાર્ષિક 2000થી વધુ નોંધાય છે.
રાજુલા જાફરાબાદ સાવરકુંડલા મહુવા રાતના 10 વાગ્યા પછી તો રાત્રિના તમામ ખેડૂતો ખેતર જતા નથી રાત્રે રોકાણ માટે સરકારની યોજના ના 80% મેળા આપ્યા નથી 70% કુવા બાંધવા માટેની સહાય પણ કે સબસીડી પણ આપી નથી જેથી સિંહ કૂવામાં પણ મોતને ઘાટ ઉતરિયાના અનેક દાખલા મોજુદ છે
ઉદ્યોગ કારો અને નિષ્ણાતો શું કહે છે? : વિકાસ રોકી ન શકાય, પણ આયોજન જરૂરી છે. મોટા પ્રોજેક્ટ માટે ઇકો-સેન્સિટિવ ઝોનનો કડક અમલ થવો જોઈએ. સિંહના પરંપરાગત કોરિડોરમાં બાંધકામથી સંઘર્ષ વધે છે. ઉદ્યોગો ઈજછ હેઠળ સિંહ સંરક્ષણ માટે ફંડ આપી શકે.”
બીજી તરફ, વન્યજીવ નિષ્ણાત ડો. રવિ ચેલ્લમ સ્પષ્ટ કરે છે, “સિંહ માણસને શિકાર બનાવવા નથી આવતો. 95% કેસમાં રાત્રે ખુલ્લામાં સૂતેલા લોકો અથવા અચાનક સામસામે આવી જવાની ઘટના છે. આ આક્રમકતા નથી, માણસથી ટેવાઈ જવાનું પરિણામ છે. સિંહ હવે ટ્રેક્ટર કે માલગાડીનાના અવાજથી કે માણસની હાજરીથી ડરતા નથી.”
સરકાર સામેના 5 મોટા પડકાર અને ઉપાય : ગુજરાત સરકાર માટે આ માત્ર વન્યજીવનો નહીં, કાયદો-વ્યવસ્થા અને ગ્રામીણ અર્થતંત્રનો પણ સવાલ છે. ઈંઞઈગ દાયકાઓથી કહે છે કે એક જ જગ્યાએ આખી પ્રજાતિ રાખવી જોખમી છે. રોગચાળો કે કુદરતી આફત આવે તો 674 સિંહ એકસાથે નાશ પામે. મધ્યપ્રદેશનું કૂનો-પાલપુર અભયારણ્ય 2013થી તૈયાર છે, પણ કાનૂની ગૂંચને કારણે સ્થળાંતર થયું નથી. બરડા ડુંગર વિકલ્પ તરીકે વિકસાવાયો છે, ત્યાં વૈજ્ઞાનિક સ્થળાંતર શરૂ કરવું જરૂરી છે. ગીરના કોર વિસ્તારમાં ચિત્તલ, સાંભર, નીલગાયની સંખ્યા વધારવી પડશે. સિંહને પૂરતો કુદરતી ખોરાક મળશે તો ગામ તરફ આવવાનું પ્રમાણ ઘટશે. હાલ અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં છછઝ ટીમ છે. તેને દરેક સંવેદનશીલ તાલુકા સુધી વિસ્તારવી પડશે. દરેક ટીમ પાસે ટ્રાંક્વિલાઈઝર ગન, નાઇટ વિઝન ડ્રોન અને પાંજરા હોવા જોઈએ. 1926 હેલ્પલાઇન વધુ સુદ્રઢ બનાવવી પડશે.
30,000 ચો.કિમી માં ફેલાયેલા સિંહને વાડથી રોકવા અશક્ય છે. પણ સંવેદનશીલ ગામો, શાળાઓ અને પાણીના સ્ત્રોત ફરતે સોલાર ફેન્સિંગ કરી શકાય. ખેડૂતોને રાત્રે ખેતરે ન જવા માટે જાગૃતિ અભિયાન ચલાવવું પડશે. હાલ પશુધનના મૃત્યુ પર રૂ. 40,000 વળતર મળે છે, પણ પ્રક્રિયા 3-4 મહિના લે છે. તેને 7 દિવસમાં ઉઇઝ દ્વારા ચૂકવવામાં આવે તો લોકોમાં રોષ ઘટે અને સિંહ પ્રત્યે સહિષ્ણુતા વધે. માનવ ઈજા કે મૃત્યુના કિસ્સામાં સહાય રૂ. 10 લાખ સુધી વધારાઈ છે, તે યોગ્ય દિશામાં પગલું છે.
માત્ર વન ખાતું કે સરકાર જવાબદાર? : આ સવાલના જવાબમાં વરિષ્ઠ ઔદ્યોગિક અધિકારી સિંહ પ્રેમી નામ ન આપવાની શરતે કહે છે, “1960માં 180 હતા તે સિંહ 2025માં 674 થયા એ વિશ્વ કક્ષાની સંરક્ષણ સફળતા છે. પણ હવે ’ગણવા’ થી આગળ વધી ’સાચવવા’ પર ધ્યાન આપવું પડશે. આ માત્ર વન વિભાગની નહીં, મહેસૂલ, પોલીસ, આરોગ્ય અને પંચાયત એમ બધા વિભાગોની સંયુક્ત જવાબદારી છે.” પણ જો સરકાર બીજું ઘર, ઝડપી વળતર અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપન એમ ત્રણ મુદ્દા પર યુદ્ધના ધોરણે કામ કરે, તો આ સંકટને તકમાં બદલી શકાય. સિંહ આધારિત ઈકો-ટુરિઝમથી સૌરાષ્ટ્રના 11 જિલ્લાના હજારો યુવાનોને રોજગાર મળી શકે છે.