ધવલ ઠક્કર, મિલન જોશી, ઉસ્માન રીંડાણીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન: બોન ચાન્સ ટીમ ચેમ્પીયન બની
આફ્રિકા ખાતે યોજાયેલી કોંગો પ્રીમિયર લીગમાં બોન ચાન્સ ટીમે શાનદાર પ્રદર્શન સાથે પ્રથમ વખત ચેમ્પિયન બનવાનો ઇતિહાસ રચ્યો છે. ટીમની આ યાદગાર જીતમાં ગુજરાતના ખેલાડીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
પોરબંદરના ધવલ ઠક્કર અને મિલન જોશી તેમજ ભાણવડના ઉસ્માન રીંડાણીએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેમના શાનદાર દેખાવના કારણે બોન ચાન્સ ટીમને ખિતાબ જીતવામાં મોટી સફળતા મળી હતી.
ગુજરાતના આ ખેલાડીઓએ આફ્રિકાની ધરતી પર પોતાની રમતનો ડંકો વગાડી ભાણવડ અને પોરબંદરનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. તેમની સિદ્ધિને લઈને સ્થાનિક ખેલપ્રેમીઓ અને નાગરિકોમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
