બગસરામાં માનસિક બીમારીથી લાગી આવતા યુવકનો આપઘાત: વડેરામાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા
ખાંભા તાલુકના આંબલીયાળા ગામે રહેતા દડુભાઇ પુનાભાઇ સોલંકી નામના 46 ખેડુત ગત તા.21 ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યે પોતાના ઘરે મકાનની પાળ ઉપર ચડતી વખતે પગથીયેથી એકાએક પગ લપસી જતા નીચે પડી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું હેમરેજ થવાથી મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં ધોરાજી ગામના વતની અને હાલ બગસરા રહેતા મુસ્તુફાભાઇ મહમદભાઇ સીપાઇ નામના 40 વર્ષીય યુવકને વ્યસનના કારણે માનસિક બિમાર રહેતા હોય જુનાગઢ સરકારી દવાખાનાની દવા પણ ચાલુ હોય જેથી પોતાને લાગી આવતા ગત તા.22 ના રોજ સવારના આશરે 5 થી 6 ના સમયગાળા દરમિયાન બગસરા ગળાફાંસો ખાય લેતા તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
વડેરા ગામે જુગાર રમતા 9 શખ્સો પકડાયા
અમરેલી તાલુકાના વડેરા ગામે રહેતા હસમુખ દેવશીભાઇ ચોવટીયા તથા રાહુલભાઇ બાબુભાઇ માધડ સહીત નવ જેટલા ઇસમો અમરેલી તાલુકના વડેરા ગામથી આંકડીયા જવાના ગાડા માર્ગ ઉપર આવેલ હિંમતભાઇ સુખાભાઇ જાદવની વાડીના નળમાં ખુલ્લી જગ્યામાં ગત તા.22 રાત્રે 12/45 કલાકે જાહેરમાં હાથબત્તીના અજવાળે પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં હોય આ અંગે અમરેલી તાલુકા પોમીસને બાતમી મળતા પોલીસે દરોડો રોકડા રૂપિયા 10,160 તથા તેમજ હાથબત્તી કિમત રૂપિયા 100 મળી કુલ રૂપિયા 10,260 નાં મુદ્દામાલ સાથે તમામ પતાપ્રેમીઓ પકડાઈ જતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
