સુરતના બે શખ્સો સામે વિશ્ર્વાસઘાતની ફરિયાદ
સુરત રહેતા સતીષભાઇ કાંતીભાઇ હીરપરા તથા યાજ્ઞીકભાઇ અતુલભાઇ બુહા નામના આરોપીઓ કંપની ચલાવતા હોય જેથી અમરેલીના મોટી કુકાવાવ ગામે આવેલ ઘનશ્યામનગરમાં રહેતા કૌશીકભાઇ સુરેશભાઇ રૂપારેલીયા નામના 29 વર્ષીય યુવકને ગત તા.22/6/25 ના રોજ બંન્ને આરોપીઓએ કહેલ કે અમો ઇમ્પોર્ટ-એકસપોર્ટનો ધંધો કરીએ છીએ. અને નાસીકથી લીલી મરચી ક્ધટેઇનર મારફતે દુબઇ ખાતે એકસપોર્ટ કરીએ છીએ. જો તમારે આ ક્ધટેઇનરમાં રોકાણ કરવુ હોય, તો આ ક્ધટેઇનરમાં દસ લાખ રૂપીયાનુ રોકાણ કરવુ પડશે. જો તમે પુરા પૈસા રોકાણ ન કરી શકો તો પચાસ ટકા કંપની રોકશે. અને પચાસ ટકાનું તમારે રોકાણ કરવુ પડે તેવી વાત કરી અને યુવકને આરોપીઓએ તેમની વાતના વિશ્વાસામાં લઇ બન્ને આરોપીઓએ જણાવેલ કે નફાના પૈસા તમને દર મહીને તમારા બેંકના ખાતામાં જમા કરાવી દેશુ. તેમ કહી આ બંન્ને આરોપીઓએ યુવકને વિશ્વાસમાં લઇ તેની કંપનીમાં રૂપિયા 5,00,000 નુ રોકાણ કરાવેલ હતું.
ત્યારબાદ એક મહિનાનો સમય પુરો થતા યુવકે રોકાણ કરેલ રૂપિયા 5 લાખનો નફો માંગતા આ બન્ને આરોપીઓએ નફો આપવા બાબતે ખોટા વાયદાઓ આપી યુવકના રોકાણ કરેલ રૂપીયાનો નફાની રકમ આપેલ ન હોય અને યુવકે કરેલ રોકાણ રૂપિયા 5 લાખમાંથી આરોપી સતીષભાઇ કાંતીભાઇ હીરપરાએ યુવકને કટકે કટકે રૂપિયા 2 લાખ પરત આપેલ હતા. અને બાકીના રૂપિયા 3 લાખ તેમજ તેના નફાની રકમ પરત ન આપી યુવકને વિશ્વાસમાં લઇ પૈસાનુ રોકાણ કરાવી પૈસા તથા નફાના પૈસા પરત નહી આપી યુવક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.