ઇનર વ્હીલ ક્લબ ઓફ અમરેલી ગીરે રાજ્ય કક્ષાએ 14 એવોર્ડ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું

વડોદરા ખાતે યોજાયેલ ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ 306ના ઇન્સ્ટોલેશન સમારોહમાં ઇનર વ્હીલ ક્લબ ઓફ અમરેલી ગીરે શાનદાર સિદ્ધિ હાંસલ કરી કુલ 14 એવોર્ડ મેળવી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
ક્લબના પ્રમુખ નિધિ મહેતાને સતત બીજી વખત બેસ્ટ પ્રેસિડેન્ટ રનિંગ ટ્રોફી એનાયત કરવામાં આવી. ક્લબના સચિવ બીનાબેન ત્રિવેદીને આઉટસ્ટેન્ડિંગ સેક્રેટરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત ક્લબને રૂપિયા 5,000નું રોકડ ઇનામ પણ પ્રાપ્ત થયું હતું
ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ મિલીબેન ઠાકરને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર એવોર્ડ એનાયત થયો. ક્લબને એનિમલ વેલફેર ક્ષેત્રે બે એવોર્ડ મળ્યા હતો. હંસાબેન વિનોદને ઓલ્ટરનેટિવ મેડિસિન ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ એવોર્ડ મળ્યો હતો, જ્યારે ઘફિક્ષલય વિંય ઠજ્ઞહિમ (સ્ત્રી સશક્તિકરણ) અભિયાન માટે પણ ક્લબને સન્માનિત કરવામાં આવ્યું. ઉપરાંત ક્લબને પ્રતિષ્ઠિત કવિ ગૌરવ પુરસ્કાર સહિત અનેક ક્ષેત્રોમાં કુલ 14 એવોર્ડ પ્રાપ્ત થયા હતા.
વર્ષ 2025-26 દરમિયાન પ્રમુખ નિધિ મહેતા, સચિવ બીનાબેન ત્રિવેદી તથા તેમની સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોથી 80થી વધુ સેવાકીય પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા.
ક્લબના સભ્ય મીતાબેન જોષી દ્વારા અમરેલી જિલ્લાના અનેક ગામોમાં કેન્સર જાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે નીતાબેન સોનીએ નિ:શુલ્ક યોગ વર્ગો દ્વારા લોકોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો. ઇનર વ્હીલ ક્લબ ઓફ અમરેલી ગીર વર્ષભર ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓની ડીડીઓ સાહેબ ક્ષફ હસ્તે 50 સશિં આપવા આવી 2 દર્દી દત્તક લીધા સહાય, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, સ્લમ વિસ્તારનો વિકાસ, પર્યાવરણ, એનિમલ વેલફેર તેમજ અન્ય અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં નિ:સ્વાર્થ સેવા આપતી સંસ્થા તરીકે કાર્યરત છે.

રિલેટેડ ન્યૂઝ