Jai Hind

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર:નવસારીમાં ૪ ઇંચ

રાજ્યમાં ચોમાસાએ ગતિ પકડી:વાવણી લાયક વરસાદૃથી ખેડૂતોમાં ખુશીની લહેર

આગામી ૭ દિૃવસ સુધી ભારે વરસાદૃની આગાહી: યલો, ઓરેન્જ અન્ો રેડ એલર્ટ જાહેર કરાયુ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિૃવસોથી સ્થિર રહેલા ચોમાસાએ જોર પકડ્યું છે અને દૃક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, વલસાડ સહિતના ભાગોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદૃ ખાબક્યો હતો. જેના કારણે માર્ગો પર પાણી ભરાઇ જતાં વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા તો ઘણા નીચાણવાળા વિસ્તારો સોસાયટીઓ- દૃુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, સુરતમાં મુખશધાર વરસાદૃના કારણે, ઉધના, પાંડેસરા, ભેસાણ સહિતના વિસ્તારોમાં રસાત્ઓ પર નદૃી વહેતી હોય ત્ોવા શ્યો સર્જાયા હતા.

સાવરકુંડલામાં ૩.૧૧, ધરમપુરમાં ૩, પ્ોટલાદૃમાં ૨.૮૧, સુરતમાં ૨.૪૦ ઇંચ વરસાદૃથી ઠેર ઠેર પાણી ભરાયા

રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે. આજે દૃક્ષિણ ગુજરાત સહિત વિવિધ ભાગોમાં મેઘરાજાની તોફાની બ્ોિંટગ જોવા મળી હતી. આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૨ તાલુકાઓમાં વરસાદૃ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
નવસારીમાં મેઘરાજા મહેરબાન થયા હોય ત્ોમ ચાર ઇંચ વરસાદૃ ખાબક્યો હતો. જ્યારે વરસાદૃથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાયા હતા. સાવરકુંડલામાં ૩.૧૧ ઇંચ અને ધરમપુર પંથકમાં ધોધમાર ૩ ઈંચ વરસાદૃ વરસ્યો હતો. આણંદૃ જિલ્લાના પ્ોટલાદૃમાં માત્ર બ્ો કલાકમાં ૩ ઇંચ વરસાદૃ પડતા માર્ગો પર પાણી ભરાયા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ૭ દિૃવસ સુધી સૌરાષ્ટ્ર-દૃક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદૃની સંભાવના છે આવતીકાલે છોટા ઉદૃેપુર, નર્મદૃા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અન્ો દૃાદૃરાનગર હવેલીમાં ભારે વરસાદૃ વરસી શકે છે. આ સાથે ૪૦-૫૦ કિ.મી. ઝડપ્ો પવન ફુંકાવાની શક્યતા છે. વરસાદૃન્ો લઇ વિવિધ જિલ્લાઓમાં ઓરન્જ, યલો અન્ો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિૃવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદૃી માહોલ જળવાઇ રહેેશે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોન્ો સાવચેત રહેવા સ્ાૂચના આપવામાં આવી છે.
સુરત શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદૃ પડતા અનેક વિસ્તારો પાણી-પામી થઇ ગયા હતા. જૈના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાહતા. સુરત શહેરમાં ૨.૪૦ ઇંચ, કામરેજમાં ૨.૩૬ ઇંચ, પલસાણામાં ૧.૭૭ ઇંચ, મહુવામાં ૧.૬૧ ઇંચ, બારડોલીમાં ૧.૫૪ ઇંચ, અંબિકામાં ૧.૫ ઇંચ, ઓલપાડમાં ૧.૩૮ ઇંચ, ચોર્યાસીમાં ૧.૩૦ ઇંચ વરસાદૃ પડ્યો હતો. નવસારીના જલાલપોરમાં ૨ ઇંચ, વરસાદૃ નોંધાયો હતો. ત્ોમજ નાકાપોઢામાં ૧.૫ ઇંચ, વધઇમાં ૧.૬૧ ઇંચ, અને ઉના પંથકમાં ૧.૩૪ ઇંચ વરસાદૃથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રાજયમાં છવાયેલા વરસાદૃી માહોલથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
વાલોદૃ, ડોલવણ, ચીખલી, વાપી, વ્યારા, ગણદૃેવી, ગારીયાધાર, ડાંગ, પારડી, ડભોઇ અને કપરાડા તાલુકામાં અડધાથી લઇ એક ઇંચ વરસાદૃ નોંધાયો હતો.