ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન દ્વારા મોરબીમાં સબ જુનીયર ગર્લ્સ યુ-14 ઈન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટની ટીમ જાહેર

ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન દ્વારા મોરબી ખાતે તા. 06-07- થી તા. 10-07- દરમ્યાન રમાનાર સબ જુનીયર ગર્લ્સ (ઞ-14) ઈન્ટર ડિસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રીકટની ફુટબોલ ટીમમાં (1) જલ્પા કરીર (2) શ્રધ્ધા જેઠવા (3) સ્વરા રામાણી (4) માનવી વાજા (5) કેવાંશી જાંબુકીયા (6) માહી પંચાલા (7) આર્વી સંઘાણી (8) ધ્યાના કણઝારા (9) હિર ખંધેડીયા (10) હિતીકા ચનીયારા (11) યાના પીપળીયા (12) મનીષા ગોહિલ (13) ક્રિશ્ના મોઢકીયા (14) આલ્યા કાચલીયા (15) ધ્વનિ કાકાસણીયા (16) ક્રિશીવા મહેતા (17) દિયા મહેતા (18) હિર મુલીયાણા (19) વિશ્વા રંગાણી (20) જીયા ખંધેડીયા (21) અશ્માબેન કોચલીયા (મેનેજર) અને (22) રવિરાજસિંહ ગોહિલ (કોચ)નો સમાવેશ થાય છે.
રાજકોટ તેનો પ્રથમ મેચ તા. 07-07-ના રોજ પાટણ સામે સવારના 8-00 કલાકે, બીજો મેચ તા. 08-07- ના રોજ મોરબી સામે સવારના 8-00 કલાકે રમશે. તા. 09-07- ના રોજ સેમી ફાઈનલ મેચ તથા તા. 10-07- ના રોજ ફાઈનલ મેચ રમાશે.
ખેલાડીઓને એસોસિએશનના હોદ્દેદારો ગુણભાઈ ડેલાવાળા, ડી. વી. મહેતા, બી. કે. જાડેજા, મુકેશ બુંદેલા, વિક્રમભાઈ તન્ના, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, રોહિત પંડિત, રાફેલ ડાભી, શિવરાજસિંહ ચાવડા, દિપક યશવંતે, અમૃતલાલ બહુરાશી, મનદીપસિંહ બારડ, અમીત શિયાળીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, ભરત શિયાળીયા વગેરેએ શુભેચ્છા પાઠવેલ છે.

રિલેટેડ ન્યૂઝ