પાંચ ડેમો હાઈ એલર્ટ પર : નર્મદા ડેમની સપાટી 64.23 ટકાએ પહોંચી : સૌરાષ્ટ્રમાં 23.33 ટકા વરસાદ
ચાલુ વર્ષમાં સૌરાષ્ટ્ર-ગુજરાતની વાત કરીએ તો કુલ 17.26% વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 23.33% વરસાદ પડ્યો છે. સાઉથ ગુજરાતમાં 20.83%, ઇસ્ટ-સેન્ટ્રલ ગુજરાતમાં 12.35 નોર્થ ગુજરાતમાં 10.42% વરસાદ પડ્યો છે. જયારે કચ્છમાં હજૂ વરસાદનું આગમન થયુ જ નથી. કચ્છમાં માત્ર 0.42% વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. ત્યારે 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જયારે કુલ 8 તાલુકામાં વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાં કુલ 18 તાલુકા એવા છે કે, જયા 500 મીમીથી 1000મીમી વરસાદ વરસી ચૂકયો છે. જયારે 31 તાલુકા એવા છે. જયા 251 મીમીથી 500 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતના 18 તાલુકામાં 500થી 1000 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રાજ્યના ડેમોમાં પણ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની કુલ ક્ષમતાના 64.23 ટકા સુધી ભરાઈ ગયો છે અને તેમાં સતત પાણીની આવક થઈ રહી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે, જેમાંથી 14 ડેમ 70 થી 100 ટકા સુધી ભરાઈ ચૂક્યા છે. અમરેલી જિલ્લાના ધાતરવડી, સુરજવાડી, રાયડી અને ધાતરવડી-2 તેમજ સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સહિત કુલ 5 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 3 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે 6 જુલાઈથી 9 જુલાઈ સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે અને લોકોને પણ જરૂૂરી સાવચેતી રાખવાની અપીલ રી છે.ભારે વરસાદની અસર રાજ્યની માળખાકીય સુવિધાઓ પર પણ જોવા મળી છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 સ્ટેટ હાઈવે, 76 પંચાયત રસ્તા અને અન્ય 10 રસ્તાઓ સહિત કુલ 95 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ ૠઞટગકના અહેવાલ મુજબ વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં 2,457 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
જોકે તંત્રએ ઝડપી કામગીરી કરીને 2336 ગામોમાંવીજ પુરવઠો ફરી શરૂૂ કરી દીધો છે. જ્યારે બાકીના 121 ગામોમાં પુન:સ્થાપનનું કામ ચાલુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે સંબંધિત વિભાગોને સતત સજ્જ રાખવામાં આવ્યા છે.