ભારતીય નૌસેનાનું માનવ રહિત વિમાન તાલીમી ઉડાન દરમિયાન થયું ક્રેશ

પોરબંદરના એરપોર્ટ અને કોસ્ટગાર્ડના રેસીડેન્સીયલ એરિયાના વચ્ચેના ભાગે આવેલ ચારણના દંગા પાસે બન્યો બનાવ કોઈને ઈજા કે જાનહાની નહી

પોરબંદરના એરપોર્ટ અને કોસ્ટ ગાર્ડના રેસીડેન્સીયલ એરિયા વચ્ચે આવેલ ચારણના દંગા નજીક બપોર બાદ ભારતીય નૌસેનાનું માનવ રહિત વિમાન તાલીમી ઉડાન દરમિયાન ક્રેશ થતા સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
આ ઘટનાની વિગત મુજબ દરિયા સુરક્ષા માટે નૌસેનામાં તાજેતરમાં સામેલ કરાયેલું ડ્રોન વિમાન ઇંયળિયત 900 / અમફક્ષશ ઉશિતવશિં-10 ’જફિંહિશક્ષયિ’ તાલીમી ઉડાન દરમિયાન ટેકનિકલ ખામીના કારણે ડ્રોન ક્રેશ થયું હતું. ડ્રોન ચારણના દંગાના ઝુંપડાઓની નજીક આવેલી ઝાડી ઝાંખરા વચ્ચે પટકાયું હતું. ચારણના દંગા એ ચારણ માલધારી પરિવારોનો વસવાટ છે જ્યાં મોટી સંખ્યામાં કાચા ઝુંપડા અને પશુઓ છે.ડ્રોન પડવાના અવાજથી માલધારી પરિવારોમાં નાસભાગ મચી ગઈ હતી.દરિયા સુરક્ષા અને દરિયાઈ સરહદની દેખરેખ માટે નૌસેનાએ આ ડ્રોનને તાજેતરમાં જ પોતાના કાફલામાં સામેલ કર્યું હતું. આ ઇઝરાયેલની ઊહબશિં જુતયિંળત સાથે ભાગીદારીમાં અમફક્ષશ ઉયરયક્ષભય દ્વારા ભારતમાં બનાવવામાં આવેલું ખઅકઊ ડ્રોન છે.
ડ્રોન પડવાના મોટા અવાજથી આજુબાજુના માલધારી પરિવારોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટના સ્થળની બિલકુલ બાજુમાં જ કોસ્ટ ગાર્ડનો રેસિડેન્સીયલ એરિયા આવેલો હોવાથી મોટી જાનહાનિની શક્યતા હતી. પરંતુ સદનસીબે કોઈને ઈજા કે જાનહાની નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ પશુને પણ નુકસાન થયું નથી.
ઘટનાની જાણ થતા જ ધરમપુર પોલીસ, નૌસેના અને કોસ્ટગાર્ડના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.
લોકોના ટોળેટોળા એકત્ર થયા હોવાથી પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડ્રોનના કાટમાળને સુરક્ષિત કરીને ટેકનિકલ ખામીનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પોરબંદરમાં કોસ્ટગાર્ડ અને નેવીના વિમાનોની સતત રહે છે ઉડાન
પોરબંદર એ દરિયાઈ સુરક્ષા ની દ્રષ્ટિએ વ્યુહાત્મક સેન્ટર છે. કારણકે અહીં કોસ્ટ ગાર્ડ નું ડિસ્ટ્રીક હેડ ક્વાર્ટર આવેલું છે તો બીજી બાજુ સરદાર પટેલ નેવલ બેઝ પણ આવેલું છે તે ઉપરાંત નેવલ એર એન્કલેવ ખાતે દરિયાઈ સુરક્ષા માટે મહત્વના કહી શકાય એવા ડ્રોન, તેમજ જહાજ અને હેલિકોપ્ટર સતત ખડે પગે રહે છે અને અવારનવાર ઉડાન ભરતા હોય છે.
કેટલાક વીજપોલને થયું નુકસાન
પોરબંદરના ધરમપુર નજીક કોસ્ટ ગાર્ડ ના રેસીડેન્સીયલ એરીયા પાસે માનવ રહિત વિમાન જમીન દોસ્ત થયું ત્યારે ઘટના સ્થળની નજીક આવેલા કેટલાક વીજપોલને નુકસાન થયું હતું તેથી વીજતંત્રના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને પોલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નૌસેનાએ એક્સ હેન્ડલ પર કરી સત્તાવાર પુષ્ટિ
ભારતીય નૌસેનાના પ્રવક્તાએ સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ પર પુષ્ટિ કરી છે કે આજે બપોરે પોરબંદર એરફિલ્ડ નજીક તાલીમી ઉડાન દરમિયાન ઞક્ષભયિૂયમ અયશિફહ ટયવશભહય ઉશિતવશિં-10 ક્રેશ થયું હતું. નૌસેનાએ જણાવ્યું કે જમીન પર કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નથી અને ઘટનાના કારણની તપાસ ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ