અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી અસરકારક કરવા સૂચના નુક્શાનનો સર્વે કરી સહાય પ્રક્રિયા શરૂ કરવા મુદ્દે ચર્ચા થઈ
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 10:30 વાગ્યે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને વિવિધ જિલ્લાઓની પરિસ્થિતીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પુરની પરીસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરછ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોને પોતાના ફાળવાયેલા વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધવાની સૂચના આપી હતી. સાથે જ પ્રભારી મંત્રીઓને પણ વરસાદી પરિસ્થિતિમાં સતત મોનિટરિંગ રાખી અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય અને જરૂૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન કરવાની સૂચના આપવામાં આવી હતી.રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓની સમીક્ષા કેબિનેટ બેઠકમાં રાજ્યના જળાશયોની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિ, વરસાદથી થયેલા નુકસાન તેમજ રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂૂરી સૂચનાઓ અંગે પણ ચર્ચા થઈ છે. નુકસાનનો સર્વે ઝડપી કરી સહાયની પ્રક્રિયા શરૂૂ કરવા અંગે ચર્ચા ખેડૂતોને અસર કરતા મુદ્દાઓ પણ બેઠકના કેન્દ્રમાં રહ્યા. યુરિયા સહિત ખાતરના ઉપલબ્ધ જથ્થાની સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલી સરકારી ભરતી પ્રક્રિયા, વિવિધ વહીવટી મુદ્દાઓ, પાણી પુરવઠાની વ્યવસ્થા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે પણ મંત્રણા કરવામાં આવી.
