ટ્રાફિક નિયમનમાં સહયોગ આપવા કરાયો અનુરોધ
વેરાવળમાં નવા નિમણૂક પામેલ ટીઆરબી જવાનો ને ’ટ્રાફીક બ્રીગેડ એજ્યુકેશન ટ્રસ્ટ’ ના સહયોગથી યુનિફોર્મ નું વિતરણ કરવામાં આવેલ હતું. ગીર સોમનાથ જિલ્લામાં ટીઆરબી જવાનોનુ મંજુર મહેકમ 100 હોય અને હાજર 70 હોય જેથી 30 જવાનોની ભરતી કરવા સુચન થયેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધીક્ષક જયદીપસિંહ જાડેજા સુચના અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એ.જી.જાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી, ’ટ્રાફીક બ્રીગેડ એજ્યુકેશન ટ્રસ્ટ’ ના પ્રમુખ બીપીનભાઈ સંઘવી, સભ્ય સંજયભાઇ થડેશ્વર, જયપ્રકાશ ભાવસાર, પેઇન્ટર કુમાર, પો.સ.ઇ. વી.એન.મોરવાડીયા, એ.એસ.આઇ. પ્રતાપભાઈ પરમાર સહિતની ઉપસ્થિતીમાં જિલ્લામાં ટ્રાફિક નિયમન કરવા માટે પોલીસની મદદમાં રહી કામગીરી કરવા 30 ટીઆરબી જવાનોની નિમણૂક કરવામા આવેલ જેને દિવસ-15 ની બેઝીક તાલીમ આપવામાં આવેલ ત્યારબાદ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક નિયમન કરવા માટે પોલીસની મદદ માં રહી કામગીરી કરવા ફાળવવામાં આવેલ અને વેરાવળ ખાતે નિમણૂક પામેલ ટીઆરબી જવાનો ને ’ટ્રાફીક બ્રીગેડ એજ્યુકેશન ટ્રસ્ટ’ ના સહયોગથી નવા યુનિફોર્મ નું વિતરણ કરવામાં આવેલ અને આ નવા નિમણૂક પામેલ ટીઆરબી જવાનો ને ખંત, નિષ્ઠા અને પ્રામાણિકતા થી ફરજ બજાવવા જણાવેલ હતું. આ ટીઆરબી જવાન ની ફરજ ટ્રાફિક સંચાલન, નિયમન કરીને પોલીસ ની સહાયતા માં રહી કામ કરવાની છે. અને આ જવાનની ફરજમાં વાહન ચેકીંગ, દસ્તાવેજ ચેકીંગની જોગવાઇ નથી. તેઓ વાહનચાલકોને મેમો આપી શકતા નથી. તેમજ ગીર સોમનાથ પોલીસ તમામ વાહન ચાલકોને ટ્રાફીકના નિયમોનું પાલન કરવા અને સહયોગ કરવા અનુરોધ કરે છે.