કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તાર માટે રૂા. 134 કરોડના બજેટને લીલીઝંડી
કપાસની આધુનિક ખેતી માટે ખેડુતને હેક્ટરે રૂા. 21,500 સુધીની સહાય આપવામાં આવશે. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાટે રાજ્ય સરકારે 134 કરોડનું બજેટ મંજુર કર્યુ છે.
દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી (કપાસ ક્રાંતિ મિશન) અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી પાંચ વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઈનપુટ સહાય આપવામાં આવશે, તેમ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર, દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્તમ ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આધુનિક ખેત પદ્ધતિઓના સહારે ગુજરાતમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષે ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ હેઠળ ગુજરાતને રૂૂ. 134 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિના આધારે બે પ્રકારે સહાયની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં નિદર્શન ઘટક હેઠળ ‘ક્લોઝર સ્પેસિંગ ટેક્નોલોજી’ એટલે કે, ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ અપનાવીને રાજ્યના જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર 90 સેમી ડ્ઢ 30 સેમીના અંતરે કરેલું હોય, તેમને પ્રતિ હેક્ટર રૂૂ. 14,000/-ની ઈનપુટ સહાય મળશે. ‘ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ’ એટલે કે, સંકલિત પાક વ્યવસ્થાપનની વાવેતર પદ્ધતિ અપનાવીને જે ખેડૂતોએ 90 સેમી ડ્ઢ 60 સેમીના અંતરે કપાસ વાવ્યો છે, તેમને પ્રતિ હેક્ટર રૂૂ. 7,500/-ની ઈનપુટ સહાય આપવામાં આવશે.