વધુ ઉત્પાદનક્ષમતા સુનિશ્ર્ચીત કરતી આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરાયેલું ટ્રેક્ટર
મહિન્દ્રા ગ્રુપનું એક ડિવિઝન અને ભારતની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ્સમાંની એક સ્વરાજ ટ્રેક્ટર્સે આજે ગુજરાતમાં પોતાના સંપૂર્ણ નવા ઙછઘઝઊઊં ટ્રેક્ટરના લોન્ચની જાહેરાત કરી છે. સ્વરાજ PROTEK શક્તિશાળી કામગીરી, પ્રિસિઝન એન્જિનિયરિંગ અને સરળ સંચાલન કરી શકાય તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી કૃષિ હોય કે વ્યાવસાયિક ઉપયોગ, દરેક પ્રકારનું કામ વધુ ઝડપથી, વધુ કાર્યક્ષમ રીતે અને ઓછા શ્રમ સાથે પૂર્ણ થઈ શકે. સ્વરાજ ઙછઘઝઊઊંના કેન્દ્રમાં તેની ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી ટેકનોલોજી અને અદ્યતન સુવિધાઓ છે, જે ગ્રાહકોને સૌથી પડકારજનક કાર્યો પણ સરળતાથી કરવાની ક્ષમતા આપે છે.
સ્વરાજ 855PROTEK ટ્રેક્ટર 2ઠઉ અને 4ઠઉ એમ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. આ ટ્રેક્ટર સ્વરાજ ટ્રેક્ટરની શક્તિ, વિવિધ પ્રકારના ઉપયોગો અને વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવે છે. સાથે જ તેમાં વધુ આરામદાયક સુવિધાઓ, આકર્ષક નવી ડિઝાઇન અને શક્તિશાળી ટેલિમેટિક્સ સોલ્યુશન આપવામાં આવ્યું છે, જે ગ્રાહકોને ટ્રેક્ટરની કામગીરી વિશે રીયલ-ટાઇમ માહિતી ઉપલબ્ધ કરાવે છે.
એકંદરે, વધુ સારી કામગીરી ધરાવતું આ નવું ટ્રેક્ટર ગ્રાહકોને કૃષિ અને વ્યાવસાયિક બંને પ્રકારના ઉપયોગ માટે વધુ ઉત્પાદનક્ષમતા, વધુ કાર્યક્ષમતા, વધુ આરામ અને નવી સ્ટાઇલ સાથે શ્રેષ્ઠ ઉકેલ પૂરો પાડશે.
આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના સ્વરાજ ડિવિઝનના સીઈઓ શ્રી ગગનજોત સિંહે જણાવ્યું હતું કે, ખેતીનું ભવિષ્ય એવી ટેકનોલોજી પર આધારિત રહેશે, જે ઉપયોગી, વિશ્વસનીય અને ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ હોય. ઙછઘઝઊઊં સ્વરાજના એવા વિઝનનું પ્રતિબિંબ છે, જેમાં ખેડૂતોને સ્માર્ટ અને ભવિષ્યને અનુરૂપ ખેતીના ઉકેલો પૂરા પાડવામાં આવે છે, જેથી તેઓ વધુ ચોકસાઈ, વધુ ઉત્પાદનક્ષમતા અને વધુ સરળતા સાથે કામ કરી શકે. ગુજરાત માટે આ લોન્ચ ખાસ મહત્વનું છે, કારણ કે ગુજરાત દેશનું સૌથી મોટું કપાસ અને મગફળી ઉત્પાદક રાજ્ય છે તેમજ બટાકાના ઉત્પાદનમાં ચોથા ક્રમે આવે છે. રાજ્યમાં કપાસ, મગફળી, બટાકા સહિતના વિવિધ પાકોની ખેતી માટે 40થી 50 હોર્સપાવર શ્રેણીના ટ્રેક્ટરો ખૂબ જ યોગ્ય સાબિત થાય છે.