Jai Hind

તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્યમંત્રી સાથે સંકલનમાં રહેવા સૂચના

ચાંદૃીપુરા વાયરસના નિયંત્રણ માટે આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક

રાજ્યમાાં ચાંદૃીપુરા વાયરસના કેસોન્ો પગલે આરોગ્ય વિભાગ વધુમાં કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહૃાું છે. ચાંદૃીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગ્ોની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાત્ો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાન્ો એક ઉચ્ચ સ્તરીય બ્ોઠક યોજાઇ હતી. આ બ્ોઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દૃર્દૃીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીન્ો વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સ્ાૂચનાઓ આપી હતી.
ચાલુ વર્ષે ચાંદૃીપુરા વાયરસના કારણે કુલ ત્રણ પોઝિટિવ બાળકોના દૃુ:ખદૃ મૃત્યુ થયા છે, જે અંગ્ો મંત્રીએ બ્ોઠકમાં દૃુ:ખ વ્યકત કરીન્ો હવે રાજ્યમાં એકપણ બાળકનું ચાંદૃીપુરા વાયરસના કારણે મૃત્યુ ન થાય ત્ો અંગ્ો સધન કાળજી લેવા આરોગ્ય તંત્રન્ો તાકીદૃ કરી હતી.
આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કેે, આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસો.ની મદૃદૃ લઇન્ો રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પ્ોશિયાલિસ્ટન્ો ગાઇડલાઇન જાહેર કરી ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા જણાવાયું છે. નાના સ્ોન્ટરો અને ખાનગી ક્લિનિક ચલાવતા ડોકટરોન્ો પણ સ્ાૂચના આપવામાં આવી છે, જો આવો કોઇ શંકાસ્પદૃ કેસ જણાય તો પ્રાથમિક સારવાર બાદૃ સમય બગાડ્યા વિના બાળકન્ો ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલોમાં તુરંત જ દૃાખલ કરવામા આવે, જેથી બાળકની િંકમતી િંજદૃગી બચાવી શકાય.

આરોગ્યમંત્રીએ કહૃાું હતું કે, ચાંદૃીપુરા વાયરસના સચોટ નિદૃાન માટે લેબોેરેટરી ટેર્િંસ્ટગની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે, કુલ ૨૭ શંકાસ્પદૃ કેસોના નમૂનાઓમાંથી ૧૯ નમૂનાના પરિણામો પ્રાપ્ત થઇ ચૂક્યા છે. જેમાંથી ૭ પોઝિટિવ અને ૧૨ ન્ોગ્ોટિવ આવ્યા છે. જ્યારે બાકી રહેલા ૮ નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આવવાનું બાકી છે, જે આજે સાંજ સુધીમાં આવી જશે.