Jai Hind

ગુજરાત સહિત સાત રાજ્યોમાં વરસાદ સૌથી ઓછો હશે

યુરોપિયન એજન્સીની ચિંતા વધારનારી આગાહી

ઓગસ્ટ-સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ અલનીનોનો પ્રભાવ ગંભીર જ રહેશે: જુલાઇને વધુ ‘ડાઉનગ્રેડ’ કરાયો: ઇન્ડિયન ઓશન ડાયપોલની ગેરહાજરીથી હાલત વધુ ખરાબ

ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદી બ્રેક છે ચોમાસુ ફરી ક્યારે સક્રિય થશે તે વિશે વિરોધાભાસી રીપોર્ટ છે તેવા સમયે યુરોપિયન હવામાન એજન્સીએ વધુ ગંભીર ચિંતા ઉભી કરતી આગાહીમાં જુલાઇમાં ચોમાસાને વધુ ડાઉનગ્રેડ કર્યું છે. અલનીનોનો પ્રભાવ વધશે અને ગુજરાત સહિતના કેટલાંક રાજ્યોમાં સૌથી ઓછો વરસાદ થવાનું અનુમાન ોનો પ્રભાવ વધશે અને ગુજરાત સહિતના કેટલાંક રાજ્યોમાં સૌથી ઓછો વરસાદ થવાનું અનુમાન દર્શાવ્યું છે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ બેધર ફોરકાસ્ટ દ્વારા નવો મલ્ટી સિસ્ટમ ફોરકાસ્ટ રીપોર્ટ જારી કરવામાં આવ્યો છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર તથા ઓક્ટોબરના ત્રણ મહિનામાં અલનીનોના પ્રભાવનું આકલન દર્શાવવામાં આવ્યું છે. રીપોર્ટ મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા તથા કર્ણાટકમાં વરસાદ સૌથી ઓછો રહેવાની સંભાવના છે. જુનની સરખામણીએ જુલાઇ મોડલ રનમાં આઉટલુકને વધુ ડાઉનગ્રેડ કરાયો છે. આ સ્થિતિ ખેડૂતો, જળાશયો તથા અર્થતંત્ર માટે વધુ ગંભીર પડકાર સર્જી શકે છે.
વિશ્ર્વ હવામાન સંગઠન તથા એનઓએએ અગાઉ જ રીપોર્ટમાં કહ્યું કે અલનીનોનો જ્યારે પ્રભાવ પાડે છે જ્યારે ભારતમાં વરસાદ 10 થી 12 ટકા ઓછો જ થતો હોય છે. વર્તમાન અલનીનો અગાઉના અનુમાન કરતા વધુ મજબુત છે અને ઓગસ્ટથી ઓકટોબર સુધી ગંભીર પ્રભાવ પાડી શકે છે.
યુરોપીયન એજન્સીએ રીપોર્ટમાં એમ પણ કહ્યું છે કે અલનીનોની સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ નબળુ છે. ઉપરાંત ઉદ્ભવમાં પણ વિલંબ છે. સામાન્ય રીતે તેનાથી અલનીનોનું જોર ઓછુ થતું હોય પરંતુ આ વખતે તેની ગેરહાજરીથી હાલત વધુ ખરાબ થઇ રહી છે. રીપોર્ટ મુજબ ઓગસ્ટથી ઓક્ટોબરમાં મધ્ય અને પશ્ર્ચિમ ભારતમાં સૌથી ઓછો વરસાદ થવાની શક્યતા 40 થી 60 ટકા છે. આ ક્ષેત્રોમાં મહારાષ્ટ્ર, ગુજરાત તથા રાજસ્થાન જેવા રાજ્યોમાં સૌથી ઓછા વરસાદનું જોખમ વધારે છે. આઇપીસીસીના છઠ્ઠા રીપોર્ટ મુજબ જલવાયુ પરિવર્તનને કારણે અલનીનોની ઘટનાથી તોફાની વરસાદનું પ્રમાણ વધી ગયું છે. પ્રવર્તમાન હવામાન ઘટનાક્રમો પણ ભારતીય હવામાન વિભાગ સહિત દુનિયાભરની હવામાન એજન્સીઓ સતત દેખરેખ રાખી રહી છે. જો કે, 2-3 મહિનાની આગાહીમાં સચોટતા ઓછી હોય છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ મજબુત થાય તો વરસાદી હાલતમાં સુધારો થઇ શકે છે.