ગુજરાતના દર્દીઓ માટે વિશ્ર્વસ્તરીય વ્યક્તિગત સેલ્યુલર થેરાપી સુવિધા હવે વધુ સુલભ બનશે
HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે એડવાન્સ્ડ કેન્સર સારવાર ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં પ્રાઈમરી રિફ્રેક્ટરી લિમ્ફોમા (બ્લડ કેન્સર)થી પીડાતા દર્દીમાં પોતાની પ્રથમ ઈCAR – T સેલ થેરાપી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ દર્દીમાં કિમો થેરાપી અને ઈમ્યુનોથેરાપી આપવા છતાં રોગમાં સુધારો થયો ન હતો. આ સફળતા સાથે ગુજરાત અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે વિશ્ર્વની સૌથી અદ્યતન વ્યક્તિગત કેન્સર સારવાર પદ્ધતિઓમાંની એક હવે વધુ સરળતાથી ઉપલબ્ધ બની છે.
ઇંઈૠ આસ્થા કેન્સર સેન્ટરમાં ઈઅછ – ઝ સેલ થેરાપી કાર્યક્રમનું નેતૃત્વ ડો. કૌમિલ પટેલ, ક્ધસલ્ટન્ટ, હેમેટોલોજી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન (ઇખઝ) અને ઈઅછ – ઝ સેલ થેરાપી સ્પેશિયાલિસ્ટ કરી રહ્યા છે. તેમની સાથે એડવાન્સ્ડ સેલ્યુલર થેરાપી અને જટિલ રક્ત સંબંધિત કેન્સરની સારવારમાં પ્રશિક્ષિત નિષ્ણાતોની મલ્ટિડિસિપ્લિનરી ટીમે આ સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
ડો. કૌમિલ પટેલ, ક્ધસલ્ટન્ટ, હેમેટોલોજી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન (ઇખઝ) અને ઈઅછ – ઝ સેલ થેરાપી સ્પેશિયાલિસ્ટ, ઇંઈૠ આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે જણાવ્યું હતું કે, અમારી પ્રથમ ઈઅછ – ઝ સેલ થેરાપીની સફળતા દર્શાવે છે કે બ્લડ કેન્સરની સારવાર હવે પરંપરાગત પદ્ધતિઓમાંથી આગળ વધીને સેલ્યુલર થેરાપી યુગમાં પ્રવેશી રહી છે. ખાસ કરીને એવા દર્દીઓ માટે કે જેમને બ્લડ કેન્સરમાં કિમો થેરાપી અને ઈમ્યુનોથેરાપીની સારવાર અસરકારક સાબિત ન થવાથી, તેમના માટે આ થેરાપી નવી આશા સમાન છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે આવી અત્યંત વિશિષ્ટ સારવાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ગુજરાતમાં જ ઉપલબ્ધ બની રહી છે, જેથી દર્દીઓને દૂર જવાની જરૂર રહેતી નથી.
ઈઅછ – ઝ સેલ થેરાપી આજે ઉપલબ્ધ સૌથી અદ્યતન વ્યક્તિગત કેન્સર સેલ્યુલર થેરાપીમાંની એક છે. આ સારવારમાં દર્દીના પોતાના ઝ ઈયહહત એકત્રિત કરીને તેને જિનેટિક રીતે એ રીતે તૈયાર કરવામાં આવે છે કે તે કેન્સરના કોષોને ઓળખીને નષ્ટ કરી શકે.
ત્યારબાદ આ સુધારેલા ઝ ઈયહહત ફરીથી દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. કિમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી પરંપરાગત સારવારથી બીમારીમાં લાભ ન મળતા હવે બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ સારવાર ખૂબ અસરકારક માનવામાં આવે છે.