Jai Hind

૨૨ રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી

દૃેશમાં ફરીથી ચોમાસુ સક્રિય બનવાના નિર્દૃેશ

આજથી બ્ો દિૃવસ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરપ્ાૂર્વના રાજ્યોમાં ભારે વરસાદૃની આગાહી

હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદૃ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગે આજે બિહારમાં અને ઉત્તરપૂર્વ ભારત, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી ભારે વરસાદૃની આગાહી કરી છે.
આંદૃામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ર્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, આંધ્રપ્રદૃેશ, કર્ણાટક, કેરળ, માહે અને તેલંગાણામાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિૃવસ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર, દિૃલ્હી, હરિયાણા, ચંદૃીગઢ, દૃરિયાકાંઠાના કર્ણાટક, ઉત્તર આંતરિક કર્ણાટક, પંજાબ, રાયલસીમા અને ઉત્તર પ્રદૃેશમાં આવતીકાલ સુધી હવામાન ગરમ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિૃવસો સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદૃેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવોથી ભારે વરસાદૃ ચાલુ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ઉત્તરાખંડના બાગેશ્ર્વર, પિથોરાગઢ, ચંપાવત, નૈનિતાલ, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં ભારે વરસાદૃની ચેતવણી જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદૃેશના શિમલા, કુફરી, સુંદૃરનગર, ભુંતર, કાંગડા, બિલાસપુર, હમીરપુર, તાબો, જોટ, મુરારી દૃેવી અને નેરીમાં પણ ભારે વરસાદૃની આગાહી છે.
દૃેશના મોટાભાગના ભાગોમાં ફરી એકવાર ચોમાસુ વધુ તીવ્ર બનવાની તૈયારીમાં છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ ૧૬ થી ૨૦ જુલાઈ દૃરમિયાન ઉત્તર, પૂર્વ, મધ્ય, ઉત્તરપૂર્વ અને દૃક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદૃ, વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે. ઉત્તર બંગાળની ખાડીમાં બનેલા ઓછા દૃબાણના પ્રભાવને કારણે, આગામી કેટલાક દિૃવસો સુધી પૂર્વી ઉત્તર પ્રદૃેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત અને પશ્ર્ચિમ હિમાલયના પ્રદૃેશોમાં ચોમાસુ સક્રિય રહેવાની ધારણા છે.
જોકે, રાષ્ટ્રીય રાજધાની દિૃલ્હી-દ્ગઝ્રઇ માં ભેજવાળી ગરમીથી રાહત મળવાની આશા ઓછી છે. હવામાન વિભાગ અનુસાર, ૧૯ જુલાઈ સુધી અહીં ગરમી અને ભેજ રહી શકે છે. આ સમયગાળા દૃરમિયાન, આકાશ વાદૃળછાયું રહેશે, પરંતુ વ્યાપક વરસાદૃની શક્યતા ઓછી છે. દિૃલ્હીમાં મહત્તમ તાપમાન ૩૭ થી ૩૮ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૭ થી ૨૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.