પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી તાત્કાલીક માહિતી માંગી
2005 બાદ નોકરીમાં લાગેલા કર્મચારીઓ માટે ગઙજ લાગુ કરવામાં આવી છે. પરંતુ, ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત 60 હજાર કર્મચારીઓ છે કે, જેઓની ભરતી પ્રક્રિયા 2005 પહેલા થઈ હતી પરંતુ, વહીવટી કારણોસર કે કાનૂની વિવાદના કારણે નિમણૂંક 2005 બાદ થઈ હતી. આ તમામ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન સ્કીમ (ઘઙજ)ની માગ કરી રહ્યા છે. ત્યારે સરકારે આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારીઓ શરૂૂ કરી છે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી નાણા વિભાગના વર્ષ 2024ના ઠરાવ મુજબ જે કર્મચારીઓ ઘઙજમાં જોડાવવા પાત્ર છે તેઓની વિગત મંગાવવામાં આવી છે. રાજ્ય સરકારના નાણા વિભાગે વર્ષ 2005 બાદ ભરતી થયેલા કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને જૂની પેન્શન યોજના (ઘઙજ)નો લાભ આપવા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તે મુજબ, જેમની ભરતી પ્રક્રિયા થવા જાહેરાત 1 એપ્રિલ, 2005 પહેલાં પૂર્ણ થઈ હતી, પરંતુ વહીવટીઅથવા કાનૂની કારણોસર તેમની નિમણૂક બાદમાં થઈ હોય, તેવા કર્મચારીઓને ઘઙજનો લાભ મળી શકશે. તેમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ભરતી થયેલા ઉમેદવારો, કોર્ટ કેસ અથવા વહીવટી વિલંબના કારણે મોડા નિયુક્ત થયેલા કર્મચારીઓ તેમજ ફિક્સ પગાર હેઠળ સેવા આપ્યા બાદ નિયમિત થયેલા કેટલાક કર્મચારીઓનો સમાવેશ થઈ શકે છે. જોકે, 1 એપ્રિલ, 2005 પછી નવી ભરતી પ્રક્રિયા હેઠળ જોડાયેલા કર્મચારીઓને આ લાભ મળશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરી રહેલા અનેક કર્મચારીઓ અને અધિકારીઓને રાહત મળવાની શક્યતા છે. પત્ર અનુસાર, કેન્દ્ર સરકારના નિયમોને આધારે ગઙજ હેઠળ આવરી લેવાયેલા અને નિર્ધારિત શરતો પૂર્ણ કરતા કર્મચારીઓને ઘઙજનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ માટે તમામ વિભાગોએ સંબંધિત કર્મચારીઓની વિગતો નિર્ધારિત ફોર્મેટમાં એક્સલ શીટમાં તૈયાર કરી મોકલવા સૂચના આપી છે. પેન્શન નિયામક કચેરીએ વિભાગોને કર્મચારીઓના ઙછઅગ/ ઙઙઅગ નંબર, ૠઙઋ ખાતાની વિગતો, નિવૃત્તિની માહિતી તેમજ અન્ય જરૂૂરી દસ્તાવેજોની ચોકસાઈથી ચકાસણી કરવાની પણ સૂચના આપી છે.