Jai Hind

સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રીએ દર્શન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન કરી મહાપૂજામાં જોડાયા હતા. મંદિર ટ્રસ્ટના પૂજારીશ્રીઓએ શ્રી સોમનાથ મહાદેવનો રૂદ્રાભિષેક અને વિશેષ પૂજન સંપન્ન કરાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ ખાતે લોન્ચ કરેલા સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા માટે મુખ્યમંત્રીએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. એટલું જ નહિ, તેમણે આ મહાપૂજા માટે સોમનાથ મંદિરે વ્યક્તિગત જઈને મહાદેવના દર્શનની પણ નેમ દર્શાવી હતી.