Jai Hind

સુરતના ઉદ્યોગપતિનું આફ્રિકામાં અપહરણ 44 કરોડની ખંડણી વસૂલી : કટ્ટરપંથી સંગઠનનું કૃત્ય

છેલ્લા 2 વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયા હતા

સુરતના જાણીતા હીરાના ઉદ્યોગપતિ ધીરૂભાઇ રામાણીનું આફ્રીકન દેશ માલીમાં કેટલાક કટ્ટરપંથીઓએ અપહરણ કરી રૂા.100 કરોડની ખંડણી માંગ્યા બાદ 40 લાખ યુરો (44 કરોડ રૂપિયા)ની ખંડણી વસુલી મુક્ત કર્યાના અહેવાલથી હીરા બજારમાં ભારે ફફડાટ સાથે ખળભળાટ મચી જવા પામેલ છે. મળતી માહિતી મુજબ હીરા ઉદ્યોગમાં મોટુ માથુ ગણાતા ધીરૂભાઇ રામાણી સાથે તેમના રસોયા અને ઇલેકટ્રીશીયનના પણ અપહરણ કરી લેવાયા હતા. પરંતુ 44 કરોડની ખંણી ચુકવાયા બાદ તમામને મુક્ત કરાતા તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા ધીરૂભાઇ રામાણીને અમેરિકાન્યુયો ર્કમાં હીરાની પેઢી અને ફેકટરી તથા જવલેરી શોરૂમ છે. તેમણે આફ્રિકન દેશ માલીમાં સોનાની ખાણોમાં પણ મોટુ રોકાણ કર્યું હોય, છેલ્લા બે વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેના રસોયા અને ઇલેકટ્રીશીયન સાથે ધીરૂભાઇ રામાણી ગુમ થયા બાદ મામલો ખંડણીનો નીકળ્યો હતો અને અપહરણકારોએ 1 કરોડ યુરો (રૂા.100 કરોડ)ની ખંડણી માંગ્યા બાદ 44 કરોડમાં છુટકારો થયો છે. છેલ્લા બે વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયેલા ધીરુ રામાણીની ન્યૂયોર્ક સિટીમાં પરામાણી એક્સપોર્ટથ નામની પેઢી, ડાયમંડ ફેક્ટરી તેમજ સીબીડી ડાયમંડ અને જ્વેલરીના શો રૂૂમ્સ આવેલા છે. જ્યારે સુરતમાં પણ તેમનું ડાયમંડનું મોટું નેટવર્ક કાર્યરત છે. તેના દીકરાઓ અમેરિકાના સિટિઝન છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા બજારમાં તેમનું મોટું નામ છે, ત્યારે આ ભારેખમ ખંડણી બાદ તેમની મુક્તિ થતાં પરિવાર અને વેપારી આલમે રાહતનો શ્ર્વાસ લીધો છે. આ ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બની હોવાનું જાણવા મળે છે. ધીરૂૂ રામાણી અને અન્ય બે ભારતીયો ગુમ થવા પાછળ સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ કોઈ મોટી કટ્ટરપંથી સંસ્થાનો હાથ હોવાની પ્રબળ આશંકા પરિવારના સૂત્રો વ્યક્ત કરી હતી. સુરતમાં રહેતા પરિવારના નજીકના સભ્યએ જણાવ્યું હતું કે, અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીયોને મુક્ત કરવાના બદલામાં રૂૂપિયા 100 કરોડની મસમોટી ખંડણીની માંગણી કરી હતી. હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે, આટલી મોટી રકમની માંગણી બાદ પરિવાર ભારે દબાણમાં હતો. આ સમગ્ર મામલે ધીરૂૂ રામાણીના એક નજીકના સંબંધીએ જણાવ્યું કે, અમારી પાસે ખંડણીની રકમ અંગે વાટાઘાટો કરવા અને ભોગ બનનારાઓને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અમે અમારી રીતે જ આખી પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આમાં કોઈ સરકારી તંત્ર કે વિદેશ મંત્રાલયને સામેલ કર્યા નથી. સંબંધીઓના જણાવ્યા અનુસાર, પરિવારે વેપારી સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી માગી હતી, જેના પગલે તે કટ્ટરપંથીઓએ ધીરૂૂ રામાણી અને પરિવાર વચ્ચે વીડિયો કોલની વાત કરાવી હતી. આ વીડિયો કોલ દરમિયાન પરિવારે જોયું કે ત્રણેય ભારતીયો જીવતા અને સુરક્ષિત છે. આ પુરાવો મળ્યા બાદ અમેરિકામાં રહેતા પરિવારે કટ્ટરપંથી સંસ્થા સાથે નેગોશિયેશનની પ્રક્રિયા તેજ કરી અંતે રૂા.44 કરોડમાં ડીલ ફાઇનલ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સુરતના હીરા અને જ્વેલરી બજારમાં ભારે સન્નાટો અને ચિંતા વ્યાપી ગઈ હતી. ખાસ કરીને એવા ઉદ્યોગપતિઓ વધારે ચિંતિત છે, જેમણે સાઉથ આફ્રિકા કે અન્ય હાઈ-રિસ્ક દેશોમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ કે માઇનિંગ પ્રોજેક્ટ્સ શરૂૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલય (ખઊઅ) દ્વારા એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી, જેમાં માલી જેવા દેશોમાં અપહરણ અને ગુમ થવાની વધતી ઘટનાઓને પગલે ત્યાં કામ કરતા ભારતીયોને સાવધ રહેવાની ચેતવણી અપાઈ હતી.