Jai Hind

દમણથી દિલ્હીની ફલાઈટનો પ્રારંભ

દમણના ઉજ્જવળ ભવિષ્ય માટે ગગચુંબી ઉડાન

અષાઢી બીજના પાવન અવસરે દમણના નમો એરપોર્ટથી નવી દિલ્હીની પહેલી ઉડાનનો પ્રારંભ થયો હતો. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને પ્રશાસક પ્રફુલ પટેલે લીલીઝંડી આપી ફલાઈટ દિલ્હી માટે રવાના કરી હતી. દમણથી દિલ્હીની ફ્લાઈટ સપ્તાહમાં સોમવાર અને બુધવારે રહેશે. આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે દિલ્હીની ફલાઈટ સેવા પ્રારંભ થવાથી સંર્પક, વ્યવસ્થા વધુ મજબુત બનશે. પયર્ટન અને વેપાર સબંધિત પ્રગતિ થશે અને નવા અવસર પ્રાપ્ત થશે. ટૂંક સમયમાં મુંબઈ-દમણ, અમદાવાદની હવાઈ સેવા પણ શરૂ થશે તેવું આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું.