Jai Hind

રાજ્યના 28 IAS અને 13 GAS કેડરના અધિકારીઓની બદલીના ઓર્ડર

પીજીવીસીએલના એમ.ડી. કેતન જોષીને દ્વારકાના ડીડીઓ બનાવાયા, તેમના સ્થાને ચુડાસમાની નિમણુંક

ગુજરાત સરકાર દ્વારા આજે સવારે રાજ્યના 28 આઈએએસ અને 13 જીએએસ કેડરના અધિકારીઓની બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે. જૂનાગઢ અને પોરબંદરના મ્યુનિ.કમિશનર તેમજ પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા)ના એમ.ડી.ની બદલીઓ કરવામાં આવી છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના સીઈઓ જી.વી.મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવ બનાવાયા છે તો પીજીવીસીએલના એમ.ડી.કેતન જોષીની દ્વારકાના ડીડીઓ તરીકે બદલી કરાઈ છે. બદલીના હુકમો મુજબ ગૌરાંગભાઈ એચ. મકવાણાની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઞૠટઈક), મહેસાણાના મેનેજિંગ ડરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. કે. જે. રાઠોડને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઉૠટઈક), સુરતના મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી એમ. ડી. ચૂડાસમાની પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઙૠટઈક), રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમજ ડી. કે. પટેલને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (ૠઊઉઅ), ગાંધીનગરના ડિરેક્ટર તરીકે બદલી કરાઈ છે. જ્યારે જૂનાગઢ મ્યુનિ.કમિશનર પ્રભાવ જોશીને ૠઈંઉઈ, ગાંધીનગરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી અપાઈ છે. જ્યારે સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે, આઈ. આર. વાળાને જૂનાગઢ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે અને સ્મિત સંતોષ લોઢાને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી (ઉઉઘ) તરીકે પણ મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. એચ. જે. પ્રજાપતિને અમરેલી, કે. પી. જોશીને દેવભૂમિ દ્વારકા, ડી. કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગર, હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદ અને કે. એસ. ઝાલાને ડાંગ-આહવા ઉઉઘ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ગેસ કેડરના અધિકારીઓ જ્યારે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (ૠઅજ)ના ઈહફતત-1 (જયહયભશિંજ્ઞક્ષ/ જયક્ષશજ્ઞિ જભફહય) કક્ષાના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ મુજબ વી. કે. પટેલને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ૠઈંઉઈ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એ. કે. પ્રજાપતિને અરવલ્લી-મોડાસા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, ડી. એન. સાતાણીને ગાંધીનગરના સિવિલ સપ્લાય્સ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર, જી. વી. મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સેક્રેટરી અને વાય. એસ. ચૌધરીને ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.ઉપરાંત એ. કે. કલસારિયાને ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ નિયામક કચેરીમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી, એમ. આર. પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી અને કે. એસ. ડાભીને વલસાડના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. ડી. એમ. ગોહિલને સુરતની વિશલેષણ કમિટીના જોઈન્ટ કમિશનર, એ. એ. ડોડિયાને અમરેલીના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, જ્યારે પી. સી. દવે અને બી. આર. અહીરને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કે. બી. પટેલને કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગના એડિશનલ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે

ક્રમ અધિકારીનું નામ હાલની જગ્યા બદલીની જગ્યા
1 ગૌરાંગભાઈ એચ. મકવાણા ડાયરેક્ટર, ૠઊઉઅ ખઉ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (ઞૠટઈક), મહેસાણા
(અને પ્રભારી
2 પ્રભાવ જોશી મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ જોઈન્ટ ખઉ, ૠઈંઉઈ, ગાંધીનગર
3 એચ.જે. પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી (ઉઉઘ), અમરેલી
4 કે. જે. રાઠોડ નિયામક, કૌશલ્ય વિકાસ, ગાંધીનગર ખઉ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. (ઉૠટઈક), સુરત
5 સુથાર રાજ રમેશચંદ્ર ( ઈઊઘ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ (જઞઉઅ) મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર મનપા
6 મહેશ શાંતિલાલ જાની ચેરમેન, ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ મિશન ડાયરેક્ટર, ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન, ગાંધીનગર
7 સ્મિત સંતોષ લોઢા દાહોદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરત
8 કે. પી. જોશી પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લિ. ઉઉઘ, દેવભૂમિ-દ્વારકા
9 ડી. કે. બ્રહ્મભટ્ટ ખઉ, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન ઉઉઘ, ગાંધીનગર
10 એમ. પી. પંડ્યા રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ, ગાંધીનગર ખઉ, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ., ગાંધીનગર
11 હિરેન બારોટ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ઝઅજઙ, અરવલ્લી ઉઉઘ, દાહોદ
12 બી.કે. જોશી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ૠઈંઉઈ, ગાંધીનગર રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ, ગાંધીનગર
13 આર.એન. કુચારાનિયામક, ઉછઉઅ, અરવલ્લી રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિ., રાજકોટ
14 સી.બી. ગણાત્રા અંગત સચિવ (ઙજ), રાજ્યમંત્રી (જળસંપત્તિ) ખઉ, નાગરિક પુરવઠા નિગમ લિ.
15 સી.એ. ગાંધી નિયામક, નાગરિક પુરવઠા નિયામક કચેરી રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરા
16 બી.એન. પટેલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત ગેસ લિમિટેડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત ગેસ લિમિટેડ (યથાવત)
17 એમ.કે. જોશી સચિવ, પંચાયત સેવા પસંદગી મંડળ ઈઊઘ, ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત
18 એ.કે. જોશી કોમ્પ્ટ્રોલર ઓફ હાઉસહોલ્ડ, રાજભવન ખઉ, બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
19 કે.એસ. ઝાલા જોઈન્ટ ખઉ, ગુજરાત પ્રવાસન નિગમ (ઝઈૠક) ઉઉઘ, ડાંગ-આહવા
20 વી.કે. જાધવ નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર (યથાવત)
21 ડી.કે. પટેલ , ભૌગોલિક અને ખનિજ નિયામક કચેરી ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી
22 બી.એચ. પટેલ અધિક કલેક્ટર (સિંચાઈ), વડોદરા ખઉ, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
23 આઈ.આર. વાળાસચિવ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મહાનગરપાલિકા
24 એમ.ડી. ચુડાસમા નિવાસી અધિક કલેક્ટર (છઅઈ), વલસાડ ખઉ, પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (ઙૠટઈક), રાજકોટ
25 ડો. બી.એસ. પ્રજાપતિ અધિક કલેક્ટર (નર્મદા), વડોદરા ખઉ, ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમ લિ.
26 વી.જી. પટેલ સંયુક્ત કમિશનર, પ્રાદેશિક વિશ્ર્લેષણ સમિતિ, સુરત અધિક ગ્રામ વિકાસ કમિશનર, ગાંધીનગર
27 એ.કે. વસ્તાણીનિયામક, ઉછઉઅ, રાજકોટ નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર
28 પી.બી. રાઠોડ , ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ નિયામક કૈશલ્ય વિકાસ (સ્કીલ ડેવલપમેન્ટ) ગાંધીનગર