Jai Hind

દૃક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં ૧૫ ઇંચ

વલસાડમાં ૧૧ ઇંચ, પારડીમાં ૧૦ ઇંચ, ખેરગામમાં ૯.૪૧ ઇંચ અન્ો કપરાડામાં ૭ ઇંચ વરસાદૃથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદૃથી નદૃીઓ ગાંડીત્ાૂર બની:જનજીવન અસ્તવ્યસ્ત

અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત

દૃક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદૃથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદૃના પગલે જનજીવન ઠપ થઇ ગયું છે. વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. આજે વલસાડ ઉપર આભ ફાટ્યું હોય ત્ોમ ઉમરગામમાં મુશળધાર ૧૫ ઇંચ, વલસાડમાં ૧૧ ઇંચ અને પારડીમાં ૧૦ ઇંચ વરસાદૃ ખાબકાત અન્ોક વિસ્તારો બ્ોટમાં ફરેવાયા છે. નવસારી, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદૃથી નદૃીઓ ગાંડત્ાૂર બની છે. ઘણી જગ્યાએ એસ્કયુ ઓપરેશન કરી પાણીમાં ફસાયેલા લોકોન્ો સલામત સ્થળે ખસ્ોડવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દૃક્ષિણ ગુજરાતમાં આગામી બ્ો દિૃવસ કેટલાક જિલ્લામાં ભારે વરસાદૃની સંભાવના છે આવતીકાલ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દૃમણમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદૃ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સાંજે ૮ વાગ્યા સુધીમાં ૧૪૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદૃ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં ૭ ઇંચ, નાનાપૌઢામાં ૫.૨૮ ઇંચ, વાપીમાં ૪.૮૪ ઇંચ, ધરમપુરમાં ૪.૬૧ ઇંચ વરસાદૃ ખાબક્યો હતો. નવસારી જિલ્લાનાી ખેરગામમાં ૯ ઇંચ વરસાદૃથી સમગ્ર જિલ્લો તરબોળ થઇ ગયો હતો. ગણદૃેવીમાં ૫.૮૩ ઇંચ, ચીખલીમાં ૫.૭૩ ઇંચ, જલાલપોરમાં ૪.૪૯ ઇંચ, નવસારી તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ૩.૯૪ ઇંચ વરસાદૃ પડ્યો હતો.
સુરત જિલ્લા પર મેઘરાજાએ મહેર કરતા પલસાણામાં ૬ ઇંચ, બારડોલીમાં ૫.૧૬ ઇંચ, મહુવામાં ૫ ઇંચ, અને અંબિકામાં ૪.૩૩ ઇંચ વરસાદૃ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાપીના વાલોદૃ અનેે વ્યારામાં પણ ચાર ઇંચથી વધુ વરસાદૃ વરસ્યો હતો.
ભારે વરસાદૃના કારણે મુખ્ય રસ્તાઓ રહેણાંક સોસાયટીઓ ત્ોમજ સરકારી કચેરીઓમાં વરસાદૃી પાણી ભરાઇ ગયા હતા વલસાડની જીડીવીસીએલની મુખ્ય કચેરી પાસ્ો પાણી ભરાતા કર્મચારીઓએ મહત્વના દૃસ્તાવેજો અન્ો જરૂરી ચીજવસ્તુઓ સુરક્ષિત સ્થળે ખસ્ોડ્યા હતા.
રાજ્યના ઉકાઇ, વાંસદૃા, સોનગઢ, ડોલવણ, કડાણા, વધઇ, કોથંબા, કામરજે સહિતના તાલુકાઓમાં બ્ોથી લઇ પોણા ચાર ઇંચ વરસાદૃ નોંધાયો હતો. દૃક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદૃથી જનજીવન અસ્તવ્યત બન્યું છઝે. વલસાડમાં રેડ એલર્ટ વચ્ચે મધુવન ડેમમાંથી ૫૦ હજાર ક્યુસ્ોક પામી છોડાતા દૃમણગંગા નદૃી બ્ો કાંઠે વહી રહી છે. જ્યારે ૨૮૪ રસ્તાઓ બંધ છે. નવસારીમાં કાવેરી નદૃીનું જળસ્તર વધતા બીલીમોરામાં ૫૦થી વધુ લોકોનું રેસ્કયુ કરાયું છે. સુરત અને તાપીમાં પણ ધોધમાર વરસાદૃથી અન્ોક માર્ગો પામીમાં ગરકાવ થયા છે. સુરતમાં પણ ધોધમાર વરસાદૃથી પાંડેસરા અન્ો ભેસાન રોડ પર કેડસમા પામી ભરાયા છે. વલસાડના અંબ્ોટી ગામે ભયજનક સ્થિતિ વચ્ચે બસમાં ફકાયેલા મુસાફરોન્ો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં ભારે વરસાદૃના પગલે ૪૯ જેટલા માર્ગો બંધ થયા છે. ત્ોમજ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે નવસારીના શાંતાદૃેવી રોડ અન્ો વંદૃેમાતરમ ચોક વિસ્તારમાં ઘૂટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.