Jai Hind

અતિભારે વરસાદના કારણે દૃક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો

રેલવેએમુસાફરોને ઘરેથી નીકળતા પહેલા પોતાની ટ્રેનનો સમય અને સ્ટોપેજ ચકાસીને જ પ્રવાસ કરવા અપીલ કરી

દૃક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદૃની અસર હવે રેલવે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. ઉદૃવાડા-પારડી રેલખંડ પર ભારે વરસાદૃને કારણે માટી ધસી પડવાની ઘટના બનતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરક્ષાના કારણોસર પશ્ર્ચિમ રેલવેએ અનેક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરી છે તેમજ મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા પોતાની ટ્રેનનો સમય અને સ્ટોપેજ ચકાસીને જ પ્રવાસ કરવા અપીલ કરી છે.
ભારે વરસાદૃના કારણે ઉદૃવાડા અને પારડી સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક નજીક માટી ધસી પડતાં ટ્રેન સંચાલન પર સીધી અસર પડી છે. રેલવે દ્વારા અસરગ્રસ્ત ટ્રેક પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સલામતીને પ્રાથમિકતા આપીને ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહૃાું છે.
રેલવે પ્રશાસને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની ટ્રેનોના રૂટમાં ફેરફાર કર્યો
અમદૃાવાદૃ-બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
અમદૃાવાદૃ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સુધી જ દૃોડાવવામાં આવશે.
ભુજ-દૃાદૃર સયાજીનગરી એક્સપ્રેસને સુરત સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
પરત ફરતી ટ્રેનોના પ્રસ્થાન સ્થળમાં પણ ફેરફાર
રેલવે દ્વારા પરત ફરતી ટ્રેનોના પ્રસ્થાન સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો
બાંદ્રા ટર્મિનસ-અમદૃાવાદૃ કર્ણાવતી એક્સપ્રેસ આજે વલસાડથી ઉપડશે.
ડબલ ડેકર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલના બદૃલે નવસારીથી પ્રસ્થાન કરશે.
સયાજીનગરી એક્સપ્રેસ દૃાદૃરના બદૃલે સાંજે સુરતથી ઉપડશે. મુસાફરોને ટ્રેનનું સ્ટેટસ ચકાસવાની અપીલ.
રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલાં પોતાની ટ્રેનનો સમય, રૂટ, સ્ટોપેજ અને હાલની સ્થિતિની માહિતી મેળવી લે.