Jai Hind

જીઆઈડીસીમાં થર્ડ પાર્ટી વેચાણ પર જીએસટી નહીં લાગે : સુપ્રીમ કોર્ટે સરકારની અપીલ ફગાવી

ચેમ્બરની લડતને સફળતા : પ્લોટ ધારકોને મોટી રાહત

જીઆઈડીસીમાં થર્ડ પાર્ટી વેચાણ પર જીએસટી નહી લાગે આ મામલે સુપ્રીમ કોર્ટે સરકારની અપીલ ફગાવતા ચેમ્બરની લડતને સફળતા મળી છે.
કોઈ ઔદ્યોગિક એકમ ૠઈંઉઈ ના લીઝ પ્લોટ અન્ય પક્ષકાર (થર્ડ પાર્ટી) ને વેચે અથવા તેના હક તબદીલ કરે, તો તેના પર 18% ૠજઝ નહીં વસૂલવાના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલોને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરદેની ખંડપીઠે ફગાવી કાઢી છે. આ સાથે જ આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ખૂબ મોટો ઝાટકો પડ્યો છે. આ ચુકાદાથી એક તરફ ૠઈંઉઈ માં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર સાતથી આઠ હજાર કરોડનો બોજો પડી શકે તેવી ચર્ચાઓ થઇ રહી છે. કેન્દ્ર અને અન્યોની અપીલમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે નોંધ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 22-5-2026ના રોજ એક આદેશ કરીને આ વિવાદમાં થયેલી જકઙ અગાઉ જ ફગાવી દીધી છે. તેથી આ મામલે અન્ય સમાન પ્રકારની જકઙ ફગાવી દેવામાં આવી હોવાને ધ્યાનમાં રાખીને હાલની સ્પેશિયલ લીવ પિટિશનો (જકઙ) પણ રદબાતલ કરવામાં આવે છે. અને જો કોઈ અરજીઓ પેન્ડિંગ હોય તો તેનો પણ નિકાલ થયેલો જ ગણાશે. આ રીતે ઉક્ત આદેશના પગલે કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટના વર્ષ 2025ના ચુકાદાને પડકારતી જે અપીલ દાખલ કરી હતી તેનો પણ નિકાલ થયો છે અને હાઇકોર્ટના ચુકાદાને એક રીતે બહાલી મળી છે. ૠજઝ(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ)ના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટો ઝાટકો આપતા હાઇકોર્ટની ખંડપીઠે જાન્યુઆરી- 2025માં સિમાચિઘઊ રૂૂપ ચુકાદો આપ્યો હતો. જેમાં ઠરાવવામાં આવ્યું હતું કે ૠઈંઉઈ એ લીઝ પર આપેલા પ્લોટને જો કોઇ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે અથવા તેના હક તબદીલ કરે તો તેના ઉપર સરકાર 18% ૠજઝ(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વસૂલી શકે નહીં. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અન્ય અરજદારોની રિટ પિટિશન હાઇકોર્ટના જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી હતી અને આ મામલે ઓથોરિટી દ્વારા જેમને પણ 18% ૠજઝની વસૂલાત માટેની નોટિસ પાઠવવામાં આવી હતી, તે નોટિસોને પણ રદબાતલ કરી હતી. આ મૂળ વિવાદ એવો છે કે ૠજઝના કાયદાની જોગવાઇઓનો ઓથોરિટી દ્વારા ભંગ કરીને 18% ૠજઝની વસૂલાતની પ્રક્રિયાને પડકારતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે,તંત્ર દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક એકમોને લીઝ પર પ્રોપર્ટી આપવામાં આવે છે. આ પ્રોપર્ટી કે પ્લોટ જે કિસ્સામાં 99 વર્ષની લોંગ ટર્મ લીઝ ઉપર આપવામાં આવી હોય તે એકમો જ્યારે થર્ડ પાર્ટીને એ પ્લોટ કે પ્રોપર્ટી વેચે અથવા તેના હક તબદીલ કરે ત્યારે ૠજઝના કાયદા મુજબ એ એક રીતે સંપત્તિનું વેચાણ જ કહેવાય. તેથી તેના ઉપર 18% ૠજઝ વસૂલી શકાય નહીં. પરંતુ ઓથોરિટી દ્વારા રાજ્યભરની વિવિધ ૠઈંઉઈ માં ઔદ્યોગિક એકમો દ્વારા જ્યારે પણ થર્ડ પાર્ટીને વેચાણ અંગેનું ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર કરવામાં આવે ત્યારે એના પર ઉપર 18% ૠજઝની ડિમાન્ડ કરવામાં આવતી હતી. તેથી ઓથોરિટીના નિર્ણયને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો અને આ નિર્ણયને ગેરકાયદેસર, મનસ્વી અને ગેરવ્યાજબી જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. જે એકમોને 18% ૠજઝની ડિમાન્ડ અંગેની નોટિસો પાઠવવામાં આવી હતી એને રદ કરવાની દાદ પણ માગી હતી.