Jai Hind

યાત્રાધામ સોમનાથમાં રીક્ષા ચાલકોને આર.ટી.ઓ. દ્વારા પરેશાની

300 રીક્ષા ચાલકોએ સદભાવના મેદાનમાં ભેગા મળીને વિરોધ નોંધાવ્યો

સોમનાથ મંદિર ની આજુબાજુ ના રીક્ષા ચાલકો ને આર ટી ઓ કચેરી દ્વારા સતત હેરાનગતિ કરતા રીક્ષા ચાલકો મા રોષ ફેલાયો અને 300 થી વધુ રીક્ષા ચાલકો સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ મા એકઠાં થયેલાં અને વિરોધ નોધાવેલ હતો.
સોમનાથ મંદિર અને આજુબાજુના ના વિસ્તાર અને સોમનાથ થી વેરાવળ વચ્ચે રીક્ષા ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ છેલ્લા બે દિવસ થી આર ટી ઓ કચેરી કર્મચારીઓ દ્વારા આડેધડ 50 થી 60 રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવેલ જેથી રીક્ષા ચાલકો મા ભારે રોષ ફેલાયો અને આ તમામ રીક્ષા ચાલકો આજે તેમનો કામ ધંધો બંધ રાખી વિરોધ નોધાવેલ અને સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ મા તમામ લોકો એકઠા થયેલ અને આર ટી ઓ ની હેરાનગતિ ને કારણે 500 થી રીક્ષા ચાલક પરીવારો ને અચર થયેલ છે આ રીતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
આ બાબતે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાયલુ એ જણાવ્યું કે ચાર થી પાંચ દિવસ થી આર ટી ઓ દ્વારા રીક્ષા ચાલકો ને ખુખજ હેરાન કરવામાં આવે છે અને સોમનાથ ની આજુબાજુ ના વિસ્તાર માં થી ગમે ત્યાં થી ઉપાડી લેવા મા આવે છે સોમનાથ પાર્કિંગ મા 30 રૂપિયા ભરી અને ધંધો કરીએ છીએ તો ત્યાં થી પણ પકડી અને ચાર થી પાંચ હજાર નો દંડ ફટકારવામાં આવે છે જે રોજેરોજ નુ કમાતા રીક્ષા ચાલકો ને ભારે પડે છે અને સોમનાથ આવતા યાત્રિકો ને સારી રીતે દર્શન કરાવી અને તેવો ને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દેવામાં આવે છે જેથી સોમનાથ આવતા યાત્રિકો પણ રીક્ષા ચાલકો પ્રત્યે સારી છાપ ધરાવે છે
રીક્ષા ચાલક વિજય ભાઈ ચાવડા એ જણાવ્યું કે અમારી પાસે પુરતા ડોક્યુમેન્ટ હોવા છતાં સોમનાથ પાર્કિંગ, ત્રિવેણી સંગમ, ગુડલક સર્કલ સહિત ગમે ત્યાં થી પેસેન્જર ઉતારતા હોઈએ કે ભરતા હોય ત્યાં થી આર ટી ઓ ની ચાર ગાડીઓ ઉપાડી અને દંડ ફટકારવામાં આવે છે આમથી મોટા ભાગના રીક્ષા ઓ ના હપ્તા ચાલતા હોય છે તેમજ પરીવાર મા અનેક મુશ્કેલી ઓ પણ હોય છે છતાં રોજેરોજ નુ કમાતા રીક્ષા ચાલકો ને હેરાન કરવામાં આવે છે જેથી રીક્ષા ચાલકો ના પાંચસો થી વધારે પરીવાર ને અચર થયેલ છે