રાજકોટ. ગવાડી અને ઉબાર સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટી સુધી પહોંચી જવાના કારણે આ સેક્શનમાં રેલ વ્યવહાર કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે. જેના પરિણામે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની નીચે મુજબની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે.
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, 23 જુલાઈ, 2026 અને 24 જુલાઈ, 2026 ના રોજની મુસાફરી માટે (રેક ઉપલબ્ધ ન હોવાને કારણે) સંપૂર્ણપણે રદ રહેશે.
- ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, 24 જુલાઈ, 2026 ના રોજની મુસાફરી રેક ઉપલબ્ધ ન હોવાને કારણે સંપૂર્ણપણે રદ રહેશે.
- ટ્રેન નંબર 20910 પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ, 23 જુલાઈ, 2026 ના રોજની મુસાફરી માટે સંપૂર્ણપણે રદ રહેશે.
આંશિક રીતે રદ / શોર્ટ ટર્મિનેટ કરાયેલી ટ્રેનો - ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ, 23 જુલાઈ, 2026 ના રોજની મુસાફરીમાં અમદાવાદ સુધી જ દોડશે અને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, 23 જુલાઈ, 2026 ના રોજની મુસાફરીમાં અમદાવાદ સુધી જ દોડશે અને અમદાવાદથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.