Jai Hind

મધ્ય પ્રદેશના પાંચ મહિલા ઉદ્યોગસાહસિકોનું નીતિ આયોગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સન્માન

મહિલા સંચાલિત કિરાણા સ્ટોર્સની વધતી ભૂમિકા
ગ્રામીણ મહિલા કિરાણા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરાયું

તાજેતરમાં નીતિ આયોગ ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ’એમ્પાવરિંગ રૂરલ વુમન કિરાણા એન્ટરપ્રિન્યોર્સ’ (છઠઊંઊત) અઝછ પાઇલટ પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી નીતિ આયોગમાં સ્થપાયેલા વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ દ્વારા પાંચ ઉત્કૃષ્ટ મહિલા કિરાણા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં યોજાયેલા સન્માન સમારોહમાં નીતિ આયોગના સભ્ય ડો. જોરામ અનીયા; ઠઊઙના મિશન ડિરેક્ટર અને નીતિ આયોગના પ્રોગ્રામ ડિરેક્ટર સુશ્રી અન્ના રોય; રિલાયન્સ ફાઉન્ડેશનના વુમન એમ્પાવરમેન્ટ વિભાગના ચીફ સુશ્રી દીપ્તિ નુકાલાપતિ; અને માઇક્રોસેવ ક્ધસલ્ટિંગ (ખજઈ)ના એસોસિએટ પાર્ટનર અને ગ્લોબલ લીડ – ૠઊઉજઈં, સુશ્રી સોનલ જેટલી, વિજેતાઓ અને તેમના પરિવારના સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા. સન્માનિત પાંચ ઉત્કૃષ્ટ મહિલા ઉદ્યોગસાહસિકોને તેમની ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રગતિની કદરરૂપે પ્રત્યેકને રૂ. 1,00,000 (એક લાખ રૂપિયા) ની ગ્રાન્ટ આપવામાં આવી હતી.
આ પાંચ મહિલા ઉદ્યોગસાહસિકો તેમના સમુદાયોમાં પડકાર ઝીલવાની ક્ષમતા, અનુકૂલનક્ષમતા અને સાહસિક નેતૃત્વના પ્રેરણાદાયી ઉદાહરણો પૂરા પાડે છે. આ સમારોહ દરમિયાન તેમણે તાલીમ કાર્યક્રમ દ્વારા મેળવેલી તકનીકો અને જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવાના તેમના અનુભવો અને ભવિષ્યના વિઝનને અંગે વાત કરી હતી.
માઇક્રોસેવ ક્ધસલ્ટિંગ (ખજઈ) ને ટેકનિકલ પાર્ટનર તરીકે રાખીને, મધ્ય પ્રદેશના બડવાની, વિદિશા અને રાયસેન જિલ્લાઓમાં મહિલા સંચાલિત કિરાણા સ્ટોર્સને મજબૂત કરવા માટે વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (ઠઊઙ) ની ભાગીદારીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ’એમ્પાવરિંગ રૂરલ વુમન કિરાણા એન્ટરપ્રિન્યોર્સ’ (છઠઊંઊત) નામની પાઇલટ પહેલ શરૂ કરવામાં આવી છે.