Jai Hind

ઉના દેલવાડાથી દીવ, પીપાવાવ અને ધોલેરા સુધી રેલવે કનેક્ટિવિટી માટે ‘મિશન બ્રોડગેજ’નું બ્યુગલ ફુંકાયું

મીટરગેજના યુગમાંથી બહાર આવવા દેલવાડા-તાલાળા-વીસાવદર-જૂનાગઢ અને તાલાળા-વેરાવળ રેલમાર્ગને બ્રોડગેજ કરવાની માંગ

દક્ષિણ સૌરાષ્ટ્રના વિકાસમાં વર્ષોથી રેલવે કનેક્ટિવિટી નો અભાવ મોટો પડકાર બની રહ્યો છે ત્યારેહવેદેલવાડા થી શરૂ થઈ શકે તેવી વિશાળ રેલવે કનેક્ટિવિટી માટે ‘મિશન બ્રોડગેજ’ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ જોરદાર રજૂઆત કરવામાં આવી છે.દેલવાડાતાલાળાવીસાવદર જૂનાગઢના મીટરગેજ રેલમાર્ગને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા સાથે દેલવાડાને દીવ, રાજુલા-પીપાવાવ અને ધોલેરા સાથે જોડતી નવી રેલવે લાઇનોના સર્વેની માંગ ઉઠી છે.
દેલવાડા ખાતેના મિશન બ્રોડગેજના વતી શાંતિલાલ ડી. કિડેચાએ તા. 23 જુલાઈના રોજ ઉના પ્રાંત અધિકારી મારફતે ભારત સરકારના રેલવે મંત્રીને રજૂઆત કરી છે. રજૂઆતમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભવિષ્યના વિકાસ માટે રેલવે કનેક્ટિવિટીને કેન્દ્રસ્થાને રાખી મહત્વપૂર્ણમાંગણી ઓ કરવામાં આવી છે.દેલવાડા-તાલાળા-વીસાવદર-જૂનાગઢ મીટરગેજ રેલમાર્ગને તાત્કાલિક બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ તાલાળા-વેરાવળ મીટરગેજ રેલમાર્ગને પણ બ્રોડગેજ માં ફેરવવાની રજૂઆત કરાઈ છે.
રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના વિકાસને હવે મર્યાદિત રેલવે સુવિધાથી આગળ લઈ જવાની જરૂર છે. વિસ્તારના પ્રવાસન, કૃષિ, મત્સ્યઉદ્યોગ, વેપાર અને ઉદ્યોગને રાષ્ટ્રીય સ્તરની કનેક્ટિવિટીમળેતે માટે બ્રોડગેજ રેલવે નેટવર્ક અનિવાર્ય છે.
દેલવાડાથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સુધી નવી રેલવે લાઇન માટે સર્વે હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. વિશ્વવિખ્યાત સાસણ ગીર અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર દીવને આધુનિક રેલવે નેટવર્કથી જોડવામાં આવે તો દક્ષિણ સૌરાષ્ટ્રનું પ્રવાસન ચિત્ર જ બદલાઈ શકે છે.
દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે રેલવેકનેક્ટિવિટી ઊભી થાય તો દીવ અને ગીર વચ્ચે પ્રવાસન સર્કિટ વિકસાવવાની સંભાવનાઓ પણ મજબૂત બની શકે છે.
પીપાવાવ પોર્ટ અને રાજુલા સાથે સીધુંજોડાણદેલવાડા થી સીમર-રાજુલા જંકશન અથવા પીપાવાવ પોર્ટ સુધી નવી રેલવે લાઇનના સર્વેની માંગ પણ કરવામાં આવી છે.
આ રેલવે જોડાણ સાકાર થાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના વેપાર અને માલ પરિવહનને નવી ગતિ મળી શકે છે.
બંદરો, ઔદ્યોગિક વિસ્તારો અને આંતરિક ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સીધી રેલવે કનેક્ટિવિટી ઊભી કરવી આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ધોલેરા સાથે જોડાણની મહત્વાકાંક્ષી યોજના દેલવાડાથી ચલાલા અથવા બાઢડા જંકશન સુધી નવી રેલવે લાઇન ના સર્વેની પણ માંગ કરવામાં આવી છે. સીમર બંદર અને ખાંભા માર્ગે દક્ષિણ સૌરાષ્ટ્રને ધોલેરા મારફતે ગુજરાત અને દેશના અન્ય વિસ્તારો સાથે ઝડપી રેલવે કનેક્ટિવિટી આપવાની રજૂઆત કરવામાં આવી છે.
જો આ પ્રકારની કનેક્ટિવિટીનું નેટવર્ક વિકસે તો દક્ષિણ સૌરાષ્ટ્ર માત્ર પ્રવાસન ક્ષેત્રમાં જનહીંપરંતુ વેપાર,ઉદ્યોગ અને માલ પરિવહન ક્ષેત્રે પણ નવી સંભાવનાઓ ઊભી કરી શકે છે.

રેલવે આવશે તો રોજગારી અને વિકાસની નવી તકો ઊભી થશે
રજૂઆતમાં જણાવાયું છે કે રેલવે કનેક્ટિવિટીના વિસ્તરણથી ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસન, કૃષિ, મત્સ્યઉદ્યોગ, વેપાર, ઉદ્યોગ અને સ્થાનિક રોજગારીને મોટો વેગ મળી શકે છે. રેલવે સુવિધા વધવાથી સ્થાનિક ઉત્પાદનોને મોટા બજારો સુધી પહોંચાડવામાં પણ સરળતા રહેશે.

ગીરના સિંહોની સુરક્ષા સાથે વિકાસની માંગ
ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇનો પર વન્યજીવોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાપણ માંગ કરવામાં આવી છે. જરૂરી સ્થળોએ મજબૂતરક્ષક દીવાલ અથવા જાળી ઊભી કરવા તેમજ વન્યપ્રાણી ઓનીઅવરજવરમાટેઅન્ડરપાસ, ગરનાળા બનાવવાની રજૂઆત કરાઈ છે.

હવે નિર્ણય કેન્દ્ર સરકારના હાથમાં
દક્ષિણ સૌરાષ્ટ્રના વિકાસ માટે રેલવે કનેક્ટિવિટીનો મુદ્દો લાંબા સમયથી મહત્વનો રહ્યો છે. હવે મીટરગેજમાંથી બ્રોડગેજ તરફ આગળ વધવાની સાથે દેલવાડાને દીવ, પીપાવાવ, રાજુલા અને ધોલેરા સાથે જોડવાની આ માંગ કેટલા અંશે સાકાર થાય છે તેના પર સમગ્ર દક્ષિણ સૌરાષ્ટ્રની નજર છે.મિશન બ્રોડગેજ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆત માત્ર રેલવે લાઇનની માંગ નહીં પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભવિષ્યના વિકાસ માટેનું વિશાળ કનેક્ટિવિટી વિઝન હોવાનું માનવામાં આવે છે.