દૃક્ષિણ ગુજરાતમાં ખાડી પ્ાૂરની સ્થિતિ યથાવત: વધુ ૬ મૃતદૃેહો મળ્યા
મેઘરાજાએ દૃક્ષિણ બાદૃ સમગ્ર ઉત્તર ગુજરાતન્ો ઘમરોળી નાખતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાટણ, વાવ-થરાદૃ, બનાસકાંઠાના અન્ોક વિસ્તારો જળમગ્ન થયા છે. સોસાયટીઓ- દૃુકાનોમાં વરસાદૃી પાણી ઘૂસી જતા માલસામનન્ો વ્યાપક નુકશાન થયું છે. દૃક્ષિણ ગુજરાતમાં પણ ખાડી પ્ાૂરની સ્થિતિ જોવા મળી રહી છે, અવિરત વરસાદૃથી અન્ોક જિલ્લામાં સ્થિતિ વધુ કફોડી બની છે. નવસારીમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થતા લોકો ભારે હાલાકી ભોગવી રહૃાા છે. ગણદૃેવીમાં હેલિકોપ્ટરથી રેસ્કયુ ઓપરેશન કરી પાણીમાં ફસાયેલા લોકોન્ો બચાવી લેવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં ભારે વરસાદૃથી માર્ગો પર નદૃીઓ વહેતી હોય ત્ોવા શ્યો સર્જાયા છે.
રાધનપુરમાં ધોધમાર ૧૦ , ભાભરમાં ૭, દિૃયોદૃરમાં ૬.૭૩ , મહેમદૃાવાદૃમાં ૬.૬૯, વાંકાન્ોરમાં ૬.૨૨ ઇંચ વરસાદૃથી અનેક વિસ્તારો જળમગ્ન:અનેક ગામોમાં સંપર્ક ત્ાૂટ્યો
દૃક્ષિણ ગુજરાત બાદૃ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બ્ોિંટગ કરી હતી જેના કારણે અન્ોક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોએ વાવણી કરેલો પાક નિષ્ફળ જતા મોટું નુકશાન થવા પામ્યું છે. ત્ોમજ મુશળધાર વરસાદૃના કારણે બજારોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓન્ો લાકો રૂપિયાનું આર્થિક નુકશાન થયું હતું અનેક નીચાણવાળા વિસ્તારો જળગગ્ન બની જતાં જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ દૃક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી સહિતના જિલ્લાઓમાં વરસાદૃી પાણી નહીં ઓસરતા લોકો ભારે હાલાકી ભોગવી રહૃાા છે.
રાજ્યમાં આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૫૩ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદૃ નોંધાયો છે. જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ ૧૩ ઇંચ અને રાધનપુરમાં ૧૦ ઇંચ વરાસદૃ ખાબકતા સમગ્ર વિસ્તારમાં કફોડી પરિસ્થિતિ સર્જાઇ હતી જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી નજરે પડતા હતા વાવ-થરાદૃ જિલ્લાના ભાભરમાં ૭ ઇંચ અને દિૃયોદૃરમાં ૬.૭૩ ઇંચ વરસાદૃ વરસ્યો હતો ખેડા જિલ્લામાં અવિરત વરસાદૃ વરસ્યો હતો અને મહેમદૃાવાદૃમાં ૬.૬૯ ઇંચ અન્ો નડિયાદૃમાં ૫.૪૩ ઇંચ વરસાદૃથી નીચાણવાળા વિસ્તારો બ્ોટમાં ફેરવાયા હતા. મોરબીના વાંકાન્ોર અને સુરેન્દ્રનગરના થાનગઢમાં સાડા છ ઇંચથી વધુ વરસાદૃ વરસ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં દૃાંભવાડામાં મુશળધાર ૭ ઇંચ, હડાદૃમાં ૪.૪૫ ઇંચ, ઓગડમાં ૪.૨૧ ઇંચ વરસાદૃ ખાબક્યો હતો. મહેસાણાના ખેરાલુમાં ૪.૪૫ ઇંચ, અરવલ્લીના ધનસુરામાં ૪.૪૯ ઇંચ અને ગાંધીનગરના દૃહેગામમાં ૪.૨૧ ઇંચ આકાશી પાણી પડ્યું હતું. મહિસાગરના વિરપુરમાં ગાજવીજ સાથે ૪ ઇંચ વરસાદૃ પડ્યોહતો. માર્ગો પર પાણી ભરાતા અન્ોક વાહનો ફસાયા હતા. બાવળામાં આવેલ ગ્ોલોપ્સ પાર્કમાં બારે વરસાદૃના કારણે ૯૦૦ લોકો ફસાયા હતા આ લોકોન્ો તાત્કાલીક રેસ્કયુ ઓપરેશન કરી સલામ સ્થળે ખસ્ોડવામા આવ્યા હતા.
ઉપરાંત રાજ્યના મોરબી, લીલીયા, રાપર, લુણાવાડા, શેહરા, સ્ાૂઇ ગામ, બાલાશિનોર, ભિલોડા, ઉંઝા, મહુધા, કઠલાલ અને સોજીત્રા તાલુકામાં ૩ થી ૪ ઇંચ વરસાદૃ નોંધાયો હતો. અન્ય બાકીના તાલુકાઓમાં ૧ થી ૨ ઇંચ સુધી વરસાદૃ વરસ્યો હતો.
સુરતમાં ખાડી પ્ાૂરની સ્થિતિ વદૃુ વિકટ બની છે સુરતમાં ૨ અને નવસારીમાંથી ૪ મળી કુલ ૬ મૃતદૃેહો મળી આવ્યા છે. નવસારીમાં હેલિકોપ્ટર મારફત્ો ભાટ ગામ પાસ્ો ૩૦થી વધુ લોકોન્ો એરલિફટ કરાયા છે.
સૌરાષ્ટ્ર સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ૨૦ દૃરાવાજા એક ફુટ સુધી ખોલાયા છે.
જેન્ો કારણે ડેમ આસપાસના ૧૭ જેટલા ગામોન્ો એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટના ગોંડલ-જેતપુર હાઇવે પર વીરપુર જતા રસ્ત્ો પાણીમાં કાર તણાતા બ્ો લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.