Jai Hind

વડિયામાં મધ્ય રાત્રે ત્રણ વાગ્યે મેઘો મહેરબાન, બે કલાકમાં છ ઇંચ વરસાદ

સુરવો, સાંકરોળી અને ફલકું નદીમાં આવ્યા ઘોડાપુર સુરવો ડેમમાં 11 ફુટ નવા નીરની આવક

સમગ્ર ગુજરાત માં મેઘરાજા એ જળ બંબાકાર સ્થિતિનુ નિર્માણ કર્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર માં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા અને તેના ગ્રામીણ વિસ્તાર માં મેઘરાજા મધ્યરાત્રી થી મહેરબાન થયા હતા અને રાત્રીના ત્રણ વાગ્યાં થી પાંચ વાગ્યાના બે કલાક માં છ ઇંચ વરસાદ ખાબકતા વડિયા અને સમગ્ર વિસ્તાના ગામઓને પાણી પાણી કર્યા હતા. રાત્રીના સમયે વરસેલા આઠ ઇંચ જેટલાં વરસાદ થી વડિયા વિસ્તાર માં આવેલી નદીઓ સુરવો, ફલકું અને સાંકરોળી નદીમાં ઘોડાપૂર ની સ્થિતિ જોવા મળી હતી. તેને કારણે તળિયા ઝાટક પડેલા વડિયાના સુરવો ડેમમાં અગિયારસ ફુટ નવા નિરની આવક નોંધાઈ હતી. તો બીજી બાજુ વડિયાની ભાગોળે આવેલાં સાંકરોળી ડેમમાં પણ 18ફુટ જેટલાં નિરની આવક નોંધાઈ હતી.વડિયા વિસ્તાર માં ચાલુ વર્ષના ચોમાસામાં વાવાણીના સામાન્ય વરસાદ પછી મેઘરાજા મન મૂકી ને વરસ્યા ના હતા અને ખેડૂતોનો પાક મુરજાવા લાગતા ખેડૂતો મેઘરાજાની ચાતક નજરે રાહ જોતા હતા ત્યારે મેંઘ મહેર થી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા રામપુર, તોરી, અરજનસુખ, ખાન ખીજડીયા, મોરવાડા, ઢૂંઢિયા પીપળીયા, બાટવા દેવળી, બરવાળા સહીત ના ગામોમાં ભારે વરસાદ મધ્ય રાત્રીથી જોવા મળ્યો હતો.