Jai Hind

કેનેડામાં થયેલા કાર અકસ્માતમાં અમદાવાદના યુવાનનું મોત

પ્ાૂરઝડપ્ો આવતી કારે નોકરીથી પરત આવતા ભીષ્મની કારન્ો ટક્કર મારી હતી

અમદૃાવાદૃના ૨૨ વર્ષીય કોમ્પ્યુટર અન્જિનિયરનું કેનેડામાં ગત તા.૧૮ ની રાત્રે કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કેનેડાના સાસ્કાચેવાન હાઈવે પર રાત્રિના સમયે રોંગ સાઇડમાં પૂરઝડપે આવતા કારચાલકે ભીષ્મ રાજ્યગુરૂની કારને જોરદૃાર ટક્કર મારી હતી. જેના કારણે ભીષ્મની કાર ફંગોળાઈ બાજુના મેદૃાનમાં પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું હતું. કેનેડિયન મીડિયાના રિપોર્ટ અનુસાર અકસ્માત કરનાર રસ રાઇિંડગ ગેમના કેપ્ટન જેડન ડેલ્ક્સની કાર રોંગ સાઈડમાં હતી અને તેમાંથી આલ્કોહોલ તથા ડ્રગ્સ મળી આવ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ, અમદૃાવાદૃના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી યશકુંજ સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય ભીષ્મ રાજ્યગુરૂ છેલ્લા ૪ વર્ષથી કેનેડાના રીજીનામાં રહેતો હતો.
અમદૃાવાદૃમાં ધો.૧૨ સુધીનો અભ્યાસ કર્યા બાદૃ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા ભીષ્મ કેનેડા ગયો હતો અને એક વર્ષથી કાર લીડરશીપ કંપનીમાં જોબ કરતો હતો. ભીષ્મ નોકરી પરથી ઘરે પરત ફરી રહૃાો હતો, ત્યારે સાસ્કાચેવાન હાઈવે નંબર-૧૧ પર રાત્રિના ૯ વાગ્યાની આસપાસ સામેની લેનમાં પૂરઝડપે આવતી કારે ભીષ્મની કારને જોરદૃાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદૃાર હતી કે ભીષ્મની કાર ઉછળીને બાજુમાં આવેલા મેદૃાનમાં પલટી ખાઈ ગઈ હતી.