Jai Hind

દીવના વાંસોજ ગામે સરકારી જમીનમાં 96 કલાકમાં દબાણ હટાવવા નોટિસ

નાયબ મામલતદારે ઘટનાસ્થળે પહોંચી દબાણકારોને નોટિસ ફટકારી

દીવની પાસે આવેલ વાંસોજ ગામમાં સરકારી જમીન હસ્તગત કરવા દીવ પ્રશાસન દ્વારા અતિક્રમણ દુર કરવા 96 કલાકની નોટીસ અપાઈ છે. દીવની પાસે આવેલ ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામમાં દીવની સર્વે નંબર ત્રણ પૈકી બેની 8600 સ્કેૃવર મીટર જમીન છે. આ જમીન દીવ પ્રશાસને ઈ.સ 1970માં પાણીની જરૂરિયાત માટે લિધેલ આ 56 વર્ષ દરમિયાનમાં ત્યાં પાકા ત્રણ મકાનો અને અન્ય ગેરકાયદે કામ થયેલ છે.
દીવ પ્રશાસને આ જમીન કબ્જે કરવા ગીર સોમનાથ જીલ્લાના કલેક્ટરને લેખિતમાં જાણ કર્યા બાદ કલેકટરે ઉના મામલતદારને જાણ કરી હતી. ત્યારબાદ દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શનમાં દીવ નાયબ મામલતદાર રામજીભાઈ બામણીયા ઘટના સ્થળે વાંસોજ જઈ અને જમીનની માપણી કરી હતી. ત્યારબાદ આ જમીનમાં બનેલ ત્રણ ગેરકાયદે મકાનો અને દિવાલોને તોડી પાડવા અને આ સરકારી જમીન ઉપર અતિક્રમણ દુર કરવા 96 કલાકની નોટીસ આપી હતી. આ જમીનમાં પાંચ વ્યક્તિઓ એ બાંધકામ કરેલ જો આ અતિક્રમણ સ્વૈચ્છાએ દુર કરવામાં નહીં આવે તો ના છુટકે દીવ પ્રશાસન ડેમોલીશનની કાર્યવાહી હાથ ધરશે આ નોટીસથી ગેરકાયદે મકાન બનાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.