Jai Hind

રોજગારીની નવી તકો ખુલશે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટર ડોઝ, ૯ શહેરમાં ૨,૯૯૯ કરોડના ૩૨ મોટા પ્રોજેક્ટ્સ મંજૂર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ૩૨ મોટા પ્રોજેક્ટ્સ, ટેક્સટાઈલ એકમો અને ચાર ઇન્ડસ્ટ્રિયલ પાર્કને લીલી ઝંડી અપાઈ

મેન્યુફેક્ચિંરગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગુજરાત સરકારે આજે સોમવારે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ રૂ.૨,૯૯૯ કરોડથી વધુના રોકાણ ધરાવતા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.
નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય કમિટીઓની શ્રેણીબદ્ધ બેઠકો દૃરમિયાન આ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી હતી.
ગુજરાતને સામાજિક-આર્થિક વિકાસની દિૃવાદૃાંડી અને વિશ્ર્વના સૌથી આકર્ષક રોકાણ સ્થાનોમાંથી એક બનાવવાના વિઝન સાથે ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના રાજ્યમાં સ્થાપિત થતા પાત્રતા ધરાવતા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. રિફંડ/સહાય આપે છે.
આ નીતિએ અત્યાર
સુધીમાં ગુજરાતભરમાં રૂ.૧૪૮,૩૩૬.૩૫ કરોડના રોકાણને આકર્ષિત કર્યું છે અને ૧,૬૫,૦૫૩ સીધી રોજગારીનું સર્જન કર્યું છે. આ રોકાણોએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને પણ ઝડપી બનાવ્યો છે, જેનાથી રાજ્યમાં ઉદ્યોગ-અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા પાયે રોકાણ આકર્ષીને અને નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરીને ગુજરાતને એડવાન્સ્ડ મેન્યુફેક્ચિંરગ, ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવા માટેની સમિતિની બેઠક મળી હતી. આ કમિટીએ રૂ ૧,૯૭૭.૦૪ કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી ૩૨ અરજીઓને મંજૂરી આપી હતી, જેનાથી અંદૃાજે ૪,૭૩૯ સીધી રોજગારી ઊભી થવાની ધારણા છે.

જિલ્લાવાર મંજૂર થયેલું રોકાણ
અમદૃાવાદૃ: ઓટોમોબાઈલ, મેટલ, સિમેન્ટ અને કોંક્રીટ ક્ષેત્રે રૂ. ૫૨૮.૪૯ કરોડ
કચ્છ: મેટલ સેક્ટરમાં રૂ. ૩૩૨.૭૧ કરોડ
ગાંધીનગર: મેટલ સેક્ટરમાં રૂ. ૩૫.૪૧ કરોડ
ભરૂચ: મેટલ સેક્ટરમાં રૂ. ૧૨.૨૬ કરોડ
મહેસાણા: પ્લાસ્ટિક અને મેટલ સેક્ટરમાં રૂ. ૩૦૧.૧૬ કરોડ
મોરબી: સિરામિક, કેમિકલ, પેપર અને પ્લાસ્ટિક સેક્ટરમાં રૂ. ૪૮૦.૧૬ કરોડ
વડોદૃરા: કેમિકલ સેક્ટરમાં રૂ. ૧૦૨.૯૪ કરોડ
સાબરકાંઠા: સિરામિક સેક્ટરમાં રૂ. ૧૧૦.૪૨ કરોડ
સુરત: ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ અને મેટલ સેક્ટરમાં
રૂ. ૭૪.૪૯ કરોડ